fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર વિધાનસભામાંવિપક્ષના નેતાની વિવાદિત ટિપ્પણી

આઈપીએસ હેમંત કરકરેનેઅજમલકસાબ કે કોઈ આતંકવાદીએ નહીં પરંતુ આરએસએસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીએ ગોળી મારી હતીમહારાષ્ટ્ર વિધાનસભામાંવિપક્ષના નેતા વડેટ્ટીવારે, મુંબઈ આતંકવાદી હુમલાને લઈને એક વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આઈપીએસ અધિકારી હેમંત કરકરેનેઅજમલકસાબ કે કોઈ આતંકવાદીએ નહીં પરંતુ આરએસએસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીએ ગોળી મારી હતી. તેમણે ભાજપના ઉમેદવાર અને વકીલ ઉજ્જવલ નિકમ પર વિશ્વાસઘાત અને હકીકત છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. 

કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું હતું કે, તપાસ દરમિયાન કેટલીક મોટી માહિતી સામે આવી છે. આ હોવા છતાં, ઉજ્જવલ નિકમે તેમને છુપાવી દીધા. મારો પ્રશ્ન એ છે કે ભાજપ આવા ગદ્દારને લોકસભાની ચૂંટણીમાં કેમ ઉતારે છે? આમ કરીને ભાજપ દેશદ્રોહીને બચાવી રહી છે. નિકમ અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્રફડણવીસે પણ વડેટ્ટીવારના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.

કોંગ્રેસ નેતા વડેટ્ટીવારની આ ટિપ્પણી મુદ્દે મહારાષ્ટ્ર ના ઉપમુખ્યમંત્રીશ્રીદેવેન્દ્રફડનવીસે કહ્યું હતું કે, વડેટ્ટીવારનું નિવેદન પાયાવિહોણું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કસાબની સમર્થક રહી છે. નિકમે કહ્યું કે અમે આવા પાયાવિહોણાઆરોપોથી ખૂબ જ દુઃખી છીએ. આ ક્ષુદ્ર રાજકારણનું ઉદાહરણ છે. મને ખબર નહોતી કે લોકો માત્ર મતના ફાયદા માટે આટલા નીચા પડી જશે. વડેટ્ટીવાર માત્ર મારું જ નહીં પરંતુ 26/11ના હુમલામાં જીવ ગુમાવનારા તમામ 166 લોકોનું પણ અપમાન કરી રહ્યા છે.

ઉપમુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે કહ્યું કે કસાબ નિર્દોષ છે. પાકિસ્તાને પણ સ્વીકાર્યું હતું કે તે આ ષડયંત્રમાં સામેલ હતો. બધા જાણે છે કે કસાબને સજા આપવા માટે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. નિકમે કહ્યું કે જનતા 4 જૂને આ લોકોને જવાબ આપશે. જ્યારે ફડણવીસે કહ્યું કે અમે અને નિકમ સાથે છીએ, કોંગ્રેસેકસાબ સાથે હાથ મિલાવ્યા. દરમિયાન શિવસેનાના પ્રવક્તા કિરણ પાવસ્કરે કહ્યું કે NIAએ વડેટ્ટીવારની ધરપકડ કરવી જોઈએ. આશ્ચર્યની વાત એ છે કે ઉદ્ધવઠાકરે પણ આવા નિવેદન પર મૌન છે.

Follow Me:

Related Posts