અમરેલી

મહાશિવરાત્રીના પર્વ પર સાવરકુંડલા શીવમંદિરના પુજારી મેહુલબાપુની આસ્થાને સલામ

સાવરકુંડલા ખાતે શિવશક્તિ સોસાયટીમાં આવેલ બુધ્ધનાથ મહાદેવ મંદિરની સેવા પૂજા મેહૂલબાપુ ખૂબ જ ભક્તિભાવ સાથે કરે છે. હમણાં બે દિવસ પહેલાં જ હાલ વાયરલ ફીવર શરદી ઉધરસનો વા વાય રહ્યો છે એવા સમયમા આ મંદિરના પૂજારી મેહૂલબાપુ પણ આ વાયરલ બિમારીના શિકાર બની ગયા ત્યારે પોતે આ મહાશિવરાત્રી નિમિત્તે મંદિરને શણગારવા સેવા પૂજન અર્ચન કરવા માટે સતત ચિંતિત હતા આમ તો સરકારી કર્મચારી કે ખાનગી કર્મચારી નાદુરસ્ત તબિયત બદલ રજા પણ મૂકી દે. પરંતુ મેહૂલબાપુને ભગવાન ભોળાનાથ પર અતૂટ શ્રધ્ધા અને ભક્તિભાવ હોય કોઈ પણ ભોગે આ મહાશિવરાત્રીએ સ્વસ્થ તો રહેવું જ પડશે આમ બાબતે મનમાં ચિંતન ચાલતું હતું

એવામાં અહીં સાવરકુંડલા કોર્ટમાં નોકરી કરતાં શિવરાજ સિંહ ટાંકને આ વાતનો ખ્યાલ આવ્યો એટલે પોતે તુરંત જ મેહૂલબાપુને હાથસણી રોડ ખાતે ડો. સંજયભાઈ પરમારના દવાખાને લઈને તબીબ પરીક્ષણ માટે લઈ ગયા જેના સાક્ષી સ્વરૂપે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની ઉપસ્થિત પણ હતી..મેહૂલબાપુએ પણ ડો. ને કહ્યું કે દવા એવી આપે કે પોતે આખો દિવસ ભોળાનાથના મંદિરની સેવા કરી શકે. આજે પણ તબિયત થોડી નાદુરસ્ત હતી પરંતુ મહાદેવ ભોળાનાથમાં અપાર શ્રધ્ધા ધરાવતાં મેહૂલબાપુએ આજ સવારથી મંદિરે ઉપસ્થિત રહીને શિવ પૂજન અર્ચન કરતાં જોવા મળ્યા. આ સંદર્ભે અહીં મંદિરે દર્શનાર્થે પધારતાં મનુબાપા, સુરેશભાઈ, શિવરાજભાઇ ટાંક વગેરે મેહૂલબાપુના ભક્તિભાવ અને આસ્થાને વંદન કરતાં જોવા મળેલ અને ભગવાન ભોળાનાથ પાસે મેહુલબાપુના સ્વાસ્થ્ય સંદર્ભે તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના પણ કરી. આમ તો વાત નાની અમથી જ છે. પરંતુ વ્યક્તિની શ્રધ્ધા અને આસ્થા માટે પ્રેરણાસ્ત્રોત સમાન ગણાય.ભારત દેશમાં આવા ભોળાનાથની ભક્તિમાં શ્રધ્ધા ધરાવતાં પૈકીનો આ પ્રસંગ કોઈ સમાચારની હેડ લાઈન બને કે ન બને પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના સંસ્કારના સંવર્ધન માટે પ્રતિબદ્ધતા દાખવી  ધર્મ સંસ્કૃતિના રક્ષણ દ્વારા જ થઈ શકે એ વાત પણ અહીં નોંધનીય ગણી શકાય.

Related Posts