સૌરાષ્ટ - કચ્છ

મહાશિવરાત્રીમાં સાધુ-સંતો માટે સાઉથ ઇન્ડિયન-પંજાબી ભોજન, રોજ 300થી વધુ સંતો લઇ રહ્યા છે લ્હાવો

જૂનાગઢના ભવનાખ ખાતે મહાશિવરાત્રીના મેળામાં હજારો સાધુ-સંતો આવી પહોચ્યા છે. મેળામાં સાધુ-સંતો માટે ગુજરાતીની સાથે સાથે સાઉથ ઇન્ડિયન તેમજ પંજાબી ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. ગિરનાર સાધના આશ્રમ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યુ છે.

આશ્રમના અન્નક્ષેત્રમાં સાધુ સંતોને સાઉથ ઇન્ડિયન અને પંજાબી ફૂડ પીરસવામાં આવી રહ્યુ છે. બપોરના સમયે પંજાબી ભોજન તેમજ સાંજના સમયે સાઉથ ઇન્ડિયન વાનગી પીરસવામાં આવી રહી છે. સાધુ-સંતોની સેવા કરવા માટે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને જામનગર સહિતના વિસ્તારમાંથી લોકો આવી પહોચ્યા છે. મેળામાં અનેક હઠયોગી જોવા મળી રહ્યા છે. 

ગિરનાર સાધના આશ્રમ સંચાલિત અન્ન ક્ષેત્રમાં દરરોજ 300 કરતા વધારે સાધુ-સંતો ભોજન આરોગી રહ્યા છે. સાધુ-સંતોને અગવડ ના પડે તે માટે ટેબલ-ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સાધુ સંતો માટે બપોરના પંજાબી મેનુંમાં- પનીરની સબ્જી, મીક્ષ વેજીટેબલ, કઠોળ, તંદુરી રોટી, દાલ ફ્રાય, જીરા રાઇસ, પાપડ આપવામાં આવે છે. સાથે જ બિસલેરીની પાણીની બોટલ આપવામાં આવી છે.

સાંજના સમયે વિવિધ પ્રકારના ગરમા ગરમ ઢોસા, ઇડલી, સંભાર, ઉથ્થપમ, દાળ અને ચટણી આપવામાં આવી રહી છે.

Related Posts