fbpx
ગુજરાત

મહા ઠગ બિલ્ડરે અન્યની જમીન પર સ્કીમ મૂકીને ૫૦ લોકોને ચોપડ્યો ચૂનો

મહા ઠગ બિલ્ડર અપૂર્વ પટેલ દ્વારા જમીનનો માલિક ન હોવા બારોબાર બીજાની જમીન પર સ્કીમ બનાવી અનેક લોકોને મકાનો-દુકાનો વેચી કરોડો છેતરપિંડી કરી હોવાની માહિતી બહાર આવી છે. મહત્ત્વની વાત તો એ છે કે, મામલતદાર દ્વારા આ જમીન પર કલેક્ટરની મંજૂરી વગર કોઈ પણ જાતના બાંધકામ પર મનાઈ ફરમાવી હોવા છતાં તેની પર અપૂર્વે બાંધકામ ચાલુ રાખ્યું હોવા છતાં રેવન્યુ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માંજલપુરના સરવે નંબર ૫૧૬, ૫૨૫, ૫૨૭, ૫૨૮, ૫૩૯, ૫૮૨, ૫૮૪, ૫૮૫, ૫૮૬, ૫૮૭વાળી જમીનનો માલિકી હક્ક અને કબજાે ટેન્સ્ટાઈલ સ્ટીલનો છે. રેવન્યુ રેકર્ડમાં કંપનીનું નામ અને કબજેદાર અને માલિક તરીકે ચાલે છે અને જમીન ઔદ્યોગિક હેતુ માટેની છે. છતાં લોકો સાથે છેતરપિંડી કરવાના ઇરાદાથી જમીનના એક ભાગ પર સિગ્નેચર-૨ સ્કીમ મૂકી અપૂર્વે ૫૦ જેટલા લોકો પાસેથી કરોડો પડાવી લીધા છે,

તેમ છેતરાયેલા ગ્રાહકોએ આક્ષેપ કર્યા છે. અપૂર્વે સિગ્નેચર-૨ની સ્કીમ માટે રેરામાંથી કોઈ પણ જાતની મંજૂરી મેળવી નથી. બીજાની જમીન છે એ જાણતો હોવા છતાં ઠગ બિલ્ડરે લેટરપેડ પર એલોટમેન્ટ લેટર અને રૂપિયાની પહોંચ આપી છે, જે ખોટા દસ્તાવેજ ઊભા કર્યા હોવાનું સ્પષ્ટ રીતે ફલિત થતું હોવા છતાં આ અંગેની કલમો ફરિયાદમાં ઉમેરાતી નથી.  સિદ્ધિ વિનાયક ડેવલપરના નામે અપૂર્વ પટેલે ઊભી કરેલી પેઢીમાં પત્ની ભૈરવી ૫૦ ટકાની ભાગીદાર છે. પેઢીના નામે મુકાયેલી અન્ય સ્કીમોની છેતરપિંડીની સીઆઇડીની ફરિયાદમાં પત્ની ભૈરવીનું નામ આરોપીમાં છે, પરંતુ પોલીસની ફરિયાદોમાં ભૈરવીનું નામ આરોપી તરીકે ન લખાતાં ગ્રાહકોએ સવાલો ઊભા કર્યા છે.

Follow Me:

Related Posts