ભારત એ ઉત્સવ, પર્વ અને મહોત્સવનો સાંસ્કૃતિક દેશ છે. સનાતન ધર્મની ધજા આપણી સંસ્કૃતિની મહાનતા છે. એમાં પણ દેવોના દેવ મહાદેવનો મહાપર્વ એટલે શિવરાત્રી. ભગવાન શિવને રાજી કરીને આશીર્વાદ મેળવવાનો આ દિવસ છે.
અમરેલી જિલ્લામાં ભગવાન શિવના વિવિધ પૌરાણિક શિવાલયો આવ્યા છે. દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ભોળાનાથના દર્શન કરીને કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ, ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ ધન્યતા અનુભવી હતી.
ચલાલા ખાતે બ્રહ્મકુમારી સંસ્થા આયોજિત મહાશિવરાત્રીની ભવ્ય શોભાયાત્રામાં હાજરી આપી હતી. અમરેલીના ચિતલ રોડ ખાતે દક્ષેશ્વર મહાદેવ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. નાના માચિયાળાના પવિત્ર શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન અને ધ્વજારોહણ કર્યું હતું. ચિતલના પૌરાણિક શિવાલય શ્રી ધારેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. બાબરાના ગરણી ગામ ખાતે આવેલ પૌરાણિક સ્વયંભૂ ગરણેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અમરેલીના નાગનાથ દેવતાના મંદિર ખાતે યજ્ઞ અને શોભાયાત્રામાં પણ આગેવાનો સહભાગી બન્યા હતા અને દિવ્ય ક્ષણના સાક્ષી બન્યા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા એ જણાવ્યું હતું કે, આજરોજ દેવાધિદેવ મહાદેવની વંદના, પૂજન અને અભિષેક કરવાનો દિવસ હતો. મહા શિવરાત્રી પર્વની સાથે શ્રદ્ધાથી કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ અને ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સહિત સંગઠનના આગેવાનો સાથે જિલ્લાના પૌરાણિક મંદિરોના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. સૌની સુખાકારી માટે ભોળાનાથને પ્રાર્થના કરી હતી. હર હર મહાદેવ.


















Recent Comments