મહિપાલસિંહ અને વીરભદ્રસિંહની અટકાયક કરવામાં આવતા ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
રાજપૂત સમાજના એટલા ખરાબ દિવસો આવ્યા નથી કે, મહિલાઓને જાેહર કરવું પડે : મહિપાલસિંહ મકરાણાગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવા જનાર પાંચ ક્ષત્રિયાણીઓને હાલમાં બોપલ ખાતેના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા છે. પાંચેય બોપલથી સાંજે ૪ વાગ્યે કમલમ જવા નીકળે તે પહેલાં તેમની અટકાયત કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. બોપલ ખાતે મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વિરભદ્રસિંહની અટકાયત કરી લેવામાં આવી છે. મહિપાલસિંહ અને વીરભદ્રસિંહની અટકાયક કરવામાં આવતા ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે થોડું ઘણું ઘર્ષણ પણ થયું હતું.
મહિપાલસિંહે વધુમાં જણાવ્યું હતું કે, રાજપૂત સમાજના એટલા ખરાબ દિવસો આવ્યા નથી કે, મહિલાઓને જાેહર કરવું પડે, તેમના રાજપૂત ભાઈ જીવતા છે. અમે એ સમાજમાંથી આવીએ છીએ કે, માથુ કપાઈ જાય અને ધડ લડે. અમે ડરીને ઘરે બેસી ગયા નથી. અમે અમારી બહેનોને જાેહર કરવા દઈશું નહીં. અમદાવાદના બોપલમાં મહિપાલસિંહ સહિતના આગેવાનો બોપલ જાેહર કરવાનો મક્કમ મનોબળ ધરાવતી ક્ષત્રિયાણીઓને મનાવવા પહોંચ્યા છે. અહીં ક્ષત્રિયાણીઓને જાેહર ન કરવા માટે સમજાવવામાં આવી હતી. જાેક, ઝોન ૭ ઇન્ચાર્જ ડ્ઢઝ્રઁ વિશાખા ડબરાલ પણ બોપલ સમર્પણ બંગ્લોઝ પહોંચ્યા છે. સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હાજર છે.
બોપલ ખાતે જૌહર કરવાની જાહેરાત કરનાર મહિલાઓને નજરકેદ કરાઈ થે. તેમના ઘરની બહાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહિલાઓએ આજે સાંજે ૪ વાગ્યે કમલમમાં જવાની જાહેરાત કરીઈ છે. મહિલાઓ હજી સુધી ઘરમાં જ નજરકેદ છે. વધુમાં જણાવતા કહ્યં હતું કે, સાંજે રૂપાલાના ક્ષેત્રમાં રાજકોટ જઈશું અને સભા કરીશું. દરેક વખત અમારી બહેન દીકરીઓને કેમ ટાર્ગેટ કરાય છે. કોઈ ટિપ્પણી મારા પર થાય તો માફી આપી દેત પણ દીકરી પર ટિપ્પણી થઈ તે માફ નહિ કરીએ. ‘કમળ કા ફૂલ હમારી ભૂલ’ આ સ્લોગન અમે ચલાવીશું. અબકી બાર પાર્લામેન્ટની બહાર કરી દઈશું. અમારા સમ્માન પર વાત આવશે તો અમે આર પારની લડાઈ લડીશું. મહિપાલસિંહ મકરાણાએ વધુમાં કહ્યું હતું કે, અમે રૂપાલા વિરુદ્ધ ૨૪ રાજ્યોમાં જઈશું, રાજપૂત અડધો સમાજ સમર્પણ કરી ચૂક્યો છે, સમાજ એક હોત તો અલ્ટિમેટમ આપી દીધું હોત, બોયકોટ રૂપાલાના બેનર લાગ્યા છે તો હવે બોયકોટ બીજેપીના બેનર લાગશે. જે વ્યક્તિ બહેન દીકરીની ઈજ્જત નથી કરતો તેને સંસદમાં અમે નહિ જવા દઈએ.
Recent Comments