મહિલાઓને સાડી પહેરીને કબડ્ડી રમતી નો વીડીયો થઈ રહ્યો છે વાયરલ

એક સમય હતો જ્યારે કબડ્ડી રમત માત્ર શેરીઓમાં જ જાેવા મળતી હતી, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કબડ્ડી રમાય છે. આ વખતે ટૂર્નામેન્ટમાં દેશભરમાંથી ૧૨ ટીમોએ ભાગ લીધો છે. સામાન્ય રીતે પુરૂષો કબડ્ડી રમતા જાેવા મળે છે અથવા અનેક જગ્યાએ છોકરીઓ પણ ખૂબ જ જુસ્સાથી કબડ્ડી રમે છે. પરંતુ શું તમે ક્યારેય મહિલાઓને સાડી પહેરીને કબડ્ડી રમતી જાેઈ છે? હા, આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ આ વિડીયોની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. વિડીયોમાં જાેવા મળી રહ્યું છે કે, મહિલાઓ સાડી પહેરીની કબડ્ડી રમી રહી છે. સોશિયલ મીડિયા પર મહિલાઓનો આ વિડીયો ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે.
સોશિયલ મીડિયા યૂઝર્સ મહિલાઓના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ વિડીયો છત્તીસગઢ ઓલિમ્પિક (ઉર્દ્બીહ’જ દ્ભટ્ઠહ્વટ્ઠઙ્ઘઙ્ઘૈ ૈહ ઝ્રરરટ્ઠંંૈજખ્તટ્ઠરિૈટ્ઠ ર્ંઙ્મઅદ્બॅૈષ્ઠજ)નો છે, જેમાં મહિલાઓ સાડી પહેરીને માથે ઓઢીને કબડ્ડી રમી રહી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બઘેલએ ૬ ઓક્ટોબરના રોજ છત્તીસગઢ ઓલિમ્પિકનું ઉદઘાટન કર્યું હતું, ૬ જાન્યુઆરી ૨૦૨૩ સુધી છત્તીસગઢ ઓલિમ્પિક રમાશે. આ દરમિયાન તેમણે પણ ભૌંરા, બાટી અને પિટ્ઠુલ જેવી રમતમાં હાથ અજમાવીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિડીયોમાં જાેવા મળી રહ્યું છે કે, મહિલાઓ ખૂબ જ જાેશ અને ઉત્સાહથી એકબીજાને પડકાર આપી રહી છે. ૈંછજી અધિકારી અવનીશ શરણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટર પર આ વિડીયો શેર કર્યો છે.
વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘હમ કિસી સે કમ હૈ ક્યા… છત્તીસગઢ ઓલિમ્પિકમાં મહિલા કબડ્ડી.’ ૫૧ સેકન્ડનો આ વિડીયો અત્યાર સુધીમાં હજારો વખત જાેવામાં આવ્યો છે, લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ૧૩ હજારથી વધુ લોકોએ આ વિડીયો લાઈક કર્યો છે. છત્તીસગઢની પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા માટે છત્તીસગઢ ઓલિમ્પિકની શરૂઆત કરવામાં આવી છે. આ ઓલિમ્પિકમાં ગિલ્લી ડંડાથી લઈને પિત્તૂલ, લંગડી દોડ, કબડ્ડી, ખો-ખો, રસ્સાકસી અને બાટી (કંચા) સુધીની ૧૪ પ્રકારની પ્રાદેશિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Recent Comments