મહિલાઓ ભૂલથી પણ ના ઊંઘે પેટના બળ પર, નહિં તો આ બીમારીઓ શરીરમાં કરી જશે એન્ટ્રી
દરેક લોકોની ઊંઘવાની આદત અલગ-અલગ હોય છે. ઘણાં લોકોને ઓશિકું લઇને ઊંઘવાની આદત હોય છે તો ઘણાં લોકોને પેટના બળ પર ઊંઘવાની આદત હોય છે. સામાન્ય રીતે છોકરીઓ પેટના બળ પર વધારે ઊંઘતી હોય છે. આમ, એક્સપર્ટના જણાવ્યા અનુસાર પેટના બળ પર લાંબા સમય સુધી ઊંઘવાથી અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ થાય છે અને આ ભયંકર બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. તો જાણી લો તમે પણ લાંબા સમય સુધી પેટના બળ પર ઊંઘવાથી શરીરને કેવું-કેવું નુકસાન થઇ શકે છે.
ફેસ પર કરચલીઓ અને પિંપલ્સની સમસ્યા થવા લાગે છે
એક્સપર્ટના જણાવ્યા અનુસાર પેટના બળ પર ઊંઘવાની સૌથી ખરાબ અસર તમારા બ્યુટી પર પડે છે. જો કે પેટના બળ પર ઊંઘવાથી મોં પર ખીલ થવા લાગે છે અને સમય કરતા પહેલા કરચલીઓ પણ પડવા લાગે છે. પેટના બળ પર ઊંઘવાથી સ્કિનને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો જેના કારણે પીંપલ્સની સમસ્યા થવા લાગે છે.
પ્રેગનન્સીમાં પ્રોબ્લેમ્સ થઇ શકે છે
જો તમે પ્રેગનન્ટ છો તો તમારે ભૂલથી પણ પેટ દબાય એ રીતે ના ઊંઘવું જોઇએ. પેટના બળ પર ઊંઘવાથી બાળકને નુકસાન થાય છે અને પૂરતી ઊંઘ પણ લઇ શકાતી નથી. ગર્ભવતી મહિલાઓએ બને ત્યાં સુધી ડાબા પડખે સુવાની આદત પાડવી જોઇએ.
બ્રેસ્ટમાં દુખાવો
સતત પેટના બળ પર સુઇ જવાથી ઘણી વખત બ્રેસ્ટમાં દુખાવો થવા લાગે છે, પેટના બળ પર ઊંઘવાથી સ્તન પર દબાણ આવે છે અને પછી દુખાવો થવા લાગે છે. આ કારણે તમારી ઊંઘમાં પણ ડિસ્ટર્બ થાય છે.
સતત માથું દુખવું
લાંબા સમય સુધી પેટના બળ પર સુઇ જવાથી ઘણાં લોકોને સતત માથું દુખતુ હોય છે. આ માટે તમે હંમેશા ડાબા કે જમણાં પડખે સુઇ જાવો જેથી કરીને આ સમસ્યાઓ તમને હેરાન ના કરે.
Recent Comments