ફ્રાન્સની રાજધાની પેરિસમાં હાલમાં ઓલિમ્પિક ૨૦૨૪નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દુનિયાના અંદાજે ૧૦ હજાર એથલીટ આ રમતમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ એથલીટનું સપનું માત્ર દેશનું નામ રમતમાં લઈ જવાનું નથી, પરંતુ દેશનો ઝંડે ઓલિમ્પિકમાં લહેરાવી મેડલ જીતવાનું પણ હોય છે. ખેલાડીઓ ૪ વર્ષની મહેનત બાદ ઓલિમ્પિકમાં પહોંચે છે અને કેટલાક ખેલાડીઓ મેચની નજીક પહોંચે છે ત્યાં બહાર થઈ જાય છે. તો કેટલાક ખેલાડીઓ કોઈ નાની ભૂલને કારણે મેડલ રેસમાંથી બહાર થઈ જાય છે. જે તેના માટે એક ખરાબ સમય હોય છે. બ્રાઝીલની મહિલા એથલીટ એના કેરોલિના વિયેરા સાથે પણ કાંઈ આવું જ થયું છે.
તેમણે૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિકમાં પણ બ્રાઝિલનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને હવે તે સ્વિમિંગમાં મેડલ જીતવાના સપના સાથે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં પહોંચી હતી. પરંતુ એના વિયેરાને ઈવેન્ટ પહેલા બ્રાઝીલ મોકલી દેવામાં આવી છે. કારણ કે, તે લવ સીટી તરીકે જાણીતા પેરિસમાં પોતાના બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરતી જાેવા મળી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર એના વિયેરા પર આરોપ છે કે, રવિવારની રાત્રે બોયફ્રેન્ડ સાથે સમય પસાર કરવા માટે તે ઓલિમ્પિક વિલેજમાંથી છુપાઈ બહાર નીકળી હતી. તેના બોયફ્રેન્ડ અને સ્વીમર ગૈબ્રિયલ સેન્ટોસ સાથે સમય પસાર કરવા માટે બહાર નીકળી હતી.
બ્રાઝીલ ઓલિમ્પિક કમેટીએ આ મામલે હવે ગંભીરતા લેતા તેને ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવી છે.જાે કે, સમિતિએ વિએરાના બોયફ્રેન્ડને, જે ઓલિમ્પિક સ્વિમર પણ છે, માત્ર એક ચેતવણી સાથે છોડી દીધો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મહિલા ખેલાડીએ ટીમના ર્નિણય પર સવાલો ઉઠાવ્યા હતા અને તેનો વ્યવ્હાર પણ સારો ન હતી. જેના માટે ગેબ્રિયલ સેન્ટોસને ચેતવણી પણ આપી છે અને એના કેરોલિનાને ટીમમાંથી બહાર કરી દેવામાં આવી છે. મહિલા ખેલાડીએ કહ્યું ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું તુટી ગયું છે.
Recent Comments