મહિલાને મોડેલ અને હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના કેસમાં ૩ મહિલાઓ ગિરફતાર

અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં, વટવા વિસ્તારમાંથી પોલીસે દેહ વ્યાપારના ધંધામાં સંકળાયેલી ૩ મહિલાઓની ધરપકડ કરી છે. જેમણે ૬ વર્ષની સગીરાને મુંબઈમાં ફિલ્મની હિરોઈન બનાવવાની લાલચ આપી અપહરણ કરી દેહ વ્યપારમાં ધકેલી હતી. આ રેકેટમાં અનેક યુવતીઓ ફસાઈ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. વટવા પોલીસની ગિરફતમાં રહેલી મહિલાઓ અફસાનાબાનું શેખ, સિરીનાબાનુ શેખ અને ઝરીનાબાનુ શેખ છે. આ ત્રણેય મહિલાઓ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી છે.
જેણે એક સગીરને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વેપાર ધકેલી દીધી છે. ઘટનાની વાત કરીએ તો ૧૦ ઓગસ્ટના રોજ સગીરા ગુમ થઈ હોવાની વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સગીરાની માતાને વટવામાં રહેતી અફસાનાબાનું શેખ પર શંકા વ્યક્ત કરી હતી. જેની તપાસમાં વટવા પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ અને દેહ વેપારના રેકેટ ઝડપી પાડ્યું. આ રેકેટમાં અફસાના બાનું દાણીલીમડાથી, સિરીનાબાનુ શેખ અને રીલીફ રોડની ઝરીનાબાનુ શેખ સંડોવાયેલા છે. આરોપી સગીરાને મોડલ અને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપીને વિશ્વાસ કેળવી અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ત્રણેય મહિલાઓ સગીર પાસે છેલ્લા ૩ મહિનાથી દેહવ્યાપારનો ધંધો કરાવતા હતા. મુખ્ય સૂત્રધાર અફસાના બાનુએ સગીરાને પોતાનો ભાઈ દુબઈમાં મોડલિંગનું અને મુંબઈમા સિરિયલ લાઈનમા લઈ જવાના બહાને સગીરાનું અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલી દીધી હતી. જેમાં જુદી જુદી હોટલમાં ગ્રાહકો સાથે મોકલતા હતા.
Recent Comments