મહિલા એથલિટ કોચે પંજાબના ખેલ મંત્રી પર ગંભીર આરોપ લગાવ્યો
મહિલા એથલિટ કોચ શિક્ષા ડાગરે ગુરુવારે પંજાબના ખેલ મંત્રી સંદીપ સિંહ પર ગંભીર આરોપ લગાવ્યો છે. અભય ચૌટાલા સાથે ઈનેલો ઓફિસ પહોંચેલી કોચે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તે હરિયાણા એથલિટ પંચકુલામાં ૪૦૦ મીટર નેશનલ એથલેટિક્સ કોચ તરીકે જાેડાઈ છે. મહિલા કોચે વધુમાં કહ્યું કે, ખેલ મંત્રી ત્યાંની મુલાકાત લે છે. ખેલ મંત્રી સંદીપ સિંહે મારી સાથે ઈન્સ્ટાગ્રામ પર વાત કરી હતી. તેમણે વેનિશ મોડ પર વાત કરી, જેના કારણે ૨૪ કલાક પછી મેસેજ ડિલીટ થઈ ગયો. આ ઘટના વિશે વાત કરતાં શિક્ષા ડાગરે કહ્યું, ‘ખેલ મંત્રીએ સ્નેપચેટ પર વાત કરવાનું કહ્યું. પછી મને સેક્ટર ૭ લેક સાઇડ પર મળવા કહ્યું. હું ગઈ નહોતી, તેઓ મને ઇન્સ્ટા પર અનબ્લોક કરતા રહ્યા. ત્યારબાદ દસ્તાવેજના બહાને મને ઘરે બોલાવી.
હું ત્યાં ગઈ. તેઓ કેમેરાવાળી ઓફિસમાં બેસવા માંગતા નહોતા, મને અલગ કેબિનમાં લઈ ગયા. ત્યાં તેમણે મારા પગ પર હાથ મૂક્યો. તમે મને ખુશ રાખો, હું તમને ખુશ રાખીશ.’ એથલિટ કોચે કહ્યું, ‘ખેલ મંત્રીએ મારી સાથે ખરાબ વર્તન કર્યું. મારું ટ્રાન્સફર ઝજ્જરમાં કરવામાં આવ્યું છે. જ્યાં ૧૦૦ મીટરનું પણ ગ્રાઉન્ડ નથી. ઘણા એવા ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો, જેમને મેં ટોચના સ્તરે પહોંચાડ્યા છે. મેં કોઈક રીતે મારી જાતને બચાવી અને ત્યાંથી ભાગી ગઈ. ત્યાંનો સ્ટાફ મારી હાલત જાેઈને હસતો રહ્યો. જે બાદ ડીજીપીના પીએસને કોલ કર્યો, ત્યારબાદ મુખ્યમંત્રીના પીએસને પણ કોલ કર્યો પરંતુ કોઈ મદદ મળી ન મળી.
Recent Comments