મહિલા કર્મચારીઓ માટે સરકારે લીધેલા આ મોટા ર્નિણયથી મહિલાઓને મળશે હવે રાહત

કેન્દ્રની મોદી સરકારે મહિલા સરકારી કર્મચારીઓ માટે મોટો ર્નિણય લીધો છે. તે મહિલા કર્મચારી જેણે જન્મ આપ્યાના તત્કાલ બાદ પોતાનું બાળક ગુમાવી દીધુ છે, તેને હવે ૬૦ દિવસ વિશેષ માતૃત્વ અવકાશની મંજૂરી આપવામાં આવશે. કેન્દ્ર સરકારે શુક્રવારે પોતાના નવા આદેશમાં આ વાત કહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (ર્ડ્ઢઁ્) પ્રમાણે જન્મના તુરંત બાદ બાળકના મૃત્યુને કારણે થનારા સંભવિત ભાવનાત્મક આઘાતને ધ્યાનમાં રાખતા આ ર્નિણય લેવામાં આવ્યો છે. ડીઓપીટીએ કહ્યું કે તેને જન્મના તત્કાલ બાદ બાછળકના મૃત્યુના મામલામાં રજા/માતૃત્વ અવકાશના સંબંધમાં ઘણા પ્રશ્ન મળી રહ્યાં હતા. ડીઓપીટીએ પોતાના આદેશમાં કહ્યું, આ મામલા પર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સલાહ લેવામાં આવી છે.
હવે તે ર્નિણય લેવામાં આવ્યો કે એક મહિલા સરકારી કર્મચારીને ૬૦ દિવસનો વિશેષ માતૃત્વ અવકાશ આપવામાં આવે. કેન્દ્ર સરકારના બધા મંત્રાલયો/વિભાગોને જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે જન્મના તત્કાલ બાદ બાળકના મૃત્યુની સ્થિતિમાં જન્મના ૨૮ દિવસ સુધી નિર્ધારિત કરી શકાય છે. ડીઓપીટીએ કહ્યું કે ૨૮ સપ્તાહના ગર્ભમાં કે ત્યારબાદ જીવનના કોઈ લક્ષણ પેદા ન થનાર બાળકોને મૃત જન્મના રૂપમાં નિર્ધારિત કરી શકાય છે.
વિશેષ માતૃત્વ અવકાશનો લાભ માત્ર બેથી ઓછા જીવિત બાછળકોવાળી મહિલા કેન્દ્રીય કર્મચારીઓ અને માત્ર અધિકૃત હોસ્પિટલમાં પ્રવસ માટે સ્વીકાર્ય હશે. મંજૂર હોસ્પિટલને કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના હેઠળ લિસ્ટેડ સરકારી હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલના રૂપમાં નિર્ધારિત કરવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું કે બિન લિસ્ટેડ હોસ્પિટલમાં ઇમરજન્સી પ્રસવના મામલામાં ઇમરજન્સી પ્રમાણ પત્ર રજૂ કરવું ફરજીયાત છે.
Recent Comments