મહિલા વિકાસ ગૃહ – અમરેલીની બાળા ચિ.દયાના
લગ્ન પ્રસંગ અંતર્ગત સંસ્થાની તમામ બાળાઓને
૬૦ ડ્રેસ અર્પણ કરતા જયસુખભાઈ માલવીયા
વિકાસગૃહની સેવા પ્રવૃતિમા બિઝનેસમેન માલવીયાનો પ્રસંગોપાત સહયોગ
આ દુનિયામાં જો કોઈ કપરામાં કપરૂ દુ:ખ હોય તો તે છે નાની ઉંમરમાં માતા–પિતાની છત્રછાયા ગુમાવવી, આ સ્થિતીમાં પરિવારના સભ્યો પણ સાથ છોડી દેતા હોય છે તેવા સમયે અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજીંગ ડીરેકટર ચંદુભાઈ સંઘાણી અનાથ બાળાઓની વહારે આવી અમરેલી મહિલા વિકાસ ગૃહની સંસ્થાને મદદરૂપ થતા રહે છે અને તમામ દિકરીઓને પોતાના પેટની દિકરી માની તેની સર્વાગી જીવન વિકાસની સંપૂર્ણ જવાબદારીઓ ઉઠાવવા આગળ આવ્યા આ સેવા યજ્ઞએ આપણા દેશ અને સમાજ માટે ઉદાહરણ પુરૂ પાડેલ છે જેનું વર્ણન કરવું અશકય છે.
અમરેલી મહિલા વિકાસ ગૃહમાં અનેક બાળાઓનો સર્વાગી વિકાસ થાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામા આવી છે. સેવાભાવી દાતાઓ પરોપકારની ભાવનાથી સેવાઓ આપે છે આ સેવાકાર્યમા મુળ ચલાલાના વતની અને હાલ અમદાવાદના બિઝોશમેન જયસુખભાઈ માલવીયા તરફથી આ સંસ્થા દિકરી ચિ. દયાના તાજેતરમા લગ્ન યોજાઈ રહેલ હોઈ, તેની ખુશાલીમા સંસ્થાની તમામ બાળાઓને ડ્રેસ અપર્ણ કરેલ હોઈ, ચંદુભાઈ સંઘાણીએ મીત્ર માલવીયાની સેવા પ્રવૃતિને બિરદાવી છે.
Recent Comments