અમરેલી

મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની વિગતો અને માર્ગદર્શનઃ બગસરામાં નારી સંમેલનનું આયોજન

મહિલાઓને નારી અદાલત અને નારી અદાલતના કાર્યો, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની વિગતો અને માર્ગદર્શન આપવાના હેતુથી, રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, અમરેલીના સંયુક્ત ઉપક્રમે તા.૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ને ગુરુવારના રોજ બગસરા ખાતે નારી સંમેલન યોજાશે. જિલ્લા પંચયાત ઉપપ્રમુખશ્રી અને મહાનુભાવો સહિતની ઉપસ્થિતિમાં બગસરા સ્થિત ગોકુલપરાના પટેલવાડી ખાતે બપોરે ૩.૦૦ કલાકે યોજાનાર ‘નારી સંમેલન’ માં વધુમાં વધુ મહિલાઓને જોડાવવા બગસરા આઈ.સી.ડી.એસ. ઘટકના સી.ડી.પી.ઓ.શ્રીએ એક યાદીમાં અનુરોધ કરતા જણાવ્યું છે.

Related Posts