fbpx
રાષ્ટ્રીય

મહિલા સાંસદે દુકાનમાંથી કપડાની ચોરી કરી, પોલ ખુલતા જ રાજીનામું આપવાની ફરજ પડી

સામાન્ય લોકો રાજકીય અને સામાજિક હોદ્દા ધરાવતા દરેક વ્યક્તિ પાસેથી સારા કામની અપેક્ષા રાખે છે. પરંતુ જાે તમને ખબર પડે કે માનનીય સાંસદો જ ચોરી કરવા લાગે છે તો આઘાત લાગવો સ્વાભાવિક છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ન્યુઝીલેન્ડમાંથી સામે આવ્યો છે. અહીંની મહિલા સાંસદ પર એક નહીં પરંતુ ત્રણ વખત દુકાનોમાંથી મોંઘા અને લક્ઝરી કપડાની ચોરી કરવાનો આરોપ છે. વીડિયો સામે આવ્યા બાદ સાંસદને તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ન્યુઝીલેન્ડમાંથી એક ગંભીર મામલો સામે આવ્યો છે.

ન્યુઝીલેન્ડમાં ગ્રીન પાર્ટીની મહિલા સાંસદ ગોલરિઝ ઘરમન પર લક્ઝરી કપડાંની ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. તેના પર ઓકલેન્ડ અને વેલિંગ્ટનની બે અલગ-અલગ દુકાનોમાંથી એક નહીં પરંતુ ત્રણ વખત મોંઘા કપડાની ચોરી કરવાનો આરોપ છે.. બીબીસીના અહેવાલ મુજબ, યુએનના માનવાધિકાર વકીલ ગોલરિઝે ૨૦૧૭માં તેમના પક્ષના ન્યાય વિભાગની કમાન સંભાળી હતી. તેમણે આ મામલે કહ્યું છે કે, કામ સંબંધિત તણાવને કારણે તેમનું વર્તન સંપૂર્ણપણે ખોટું હોવાનું જાણવા મળ્યું છે. મેં ઘણાં લોકોને નિરાશ કર્યા છે અને હું ખૂબ જ દિલગીર છું.

” ગોલરિઝ ગહરમન બાળપણમાં તેમના પરિવાર સાથે ઈરાનથી ભાગી ગઇ હતી. આ પછી તેમણે ન્યૂઝીલેન્ડમાં રાજકીય આશ્રય આપવામાં આવ્યો હતો. ચોરીના આરોપોનો સામનો કર્યા બાદ મંગળવારે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. એક વીડિયો સામે આવ્યા બાદ તેમનું રાજીનામું આવ્યું છે. વીડિયોમાં તે ઓકલેન્ડના બુટિકમાંથી કથિત રીતે ડિઝાઇનર હેન્ડબેગ ચોરી કરતી જાેવા મળી હતી.

Follow Me:

Related Posts