ગુજરાત

મહિસાગરના વિરપુરમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યુંની ફરિયાદ

મહિસાગરના વિરપુર તાલુકાના છેવાડાના ગામના ૬૫ વર્ષની એક વૃધ્ધ મહિલા ત્રાકડી વખતપુર ગામની સીમમાં ઢોર ચરાવવા ગયા હતા,તે સમયે કોઈ અજાણ્યા ઈસમે એકલતાનો લાભ લઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. અજાણ્યો ઈસમ આવી વૃધ્ધ મહિલા સાથે બળજબરી કરવા લાગ્યો હતો, આ સમયે હેરાન કરતા યુવાનથી બચવા માટે મહિલા દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ સુમસામ જંગલ જેવી જગ્યા હોવાના કારણે કોઇ મદદ રૂપ થઇ શકયું ન હતુ.

અજાણ્યા ઇસમે સુમસામ જગ્યાનો લાભ ઉઠાવી મહિલા સાથે કૃત્ય કરતા ચકચાર મચી જવા પામી હતી. મહિલા સાથે કરવામાં આવેલા કૃત્યની જાણ સ્થાનિક નાગરિકોમાં અને પંથકમાં થતાં અજાણ્યા ઈસમો સામે લોકોએ ફીટકાર વરસાવી હતી. આ બનાવ બાદ મહિલાને સારવાર અર્થે લુણાવાડા હોસ્પિટલમાં ખસેડાઈ હતી.આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તંત્રને થતાં યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.કૃત્યને અંજામ આપનારા ઈસમને ઝડપી પાડવા પોલીસે અલગ? અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

તેમજ પોલીસે આસપાસના લોકોની પણ પૂછપરછ કરીને કૃત્ય આચરનારને શોધવાનો પ્રયાસ કર્યો હતો. ત્રાકડી વખતપુર ગામે વૃધ્ધ મહિલા સાથે દુષ્કર્મ આચરનાર સામે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.આ બનાવની જાણ જીલ્લાની પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી,જેમાં ,એફ એસ એલ અને ડોગ સ્કોડ સહિતની ટીમો બનાવ સ્થળે પહોચી તપાસ આદરી છે.પોલીસ ટીમો બનાવ અંગે જીણવટપૂર્વક તપાસ હાથ ધરી હોવાનુ પોલીસ સુત્રો પાસેથી જાણ મળ્યુ છે.વળી નજીકના સ્થળો અને વ્યક્તિઓની માહિતી પણ મેળવવામાં આવી રહી છે.

Related Posts