fbpx
ગુજરાત

મહિસાગર જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને તેમના પત્નિની હત્યાથી ચકચાર મચી

મહીસાગર જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યાથી ચકચાર મચી ગઇ છે. ભાજપના નેતાની લાશ ઘરના ગાર્ડનમાંથી મળી આવી હતી. જ્યારે તેમના પત્નીની લાશ ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ લુણાવાડા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ છે અને હ્લજીન્ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૂ કરી છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાલ્લા ગામમાં જિલ્લા ભાજપના કારોબારી સભ્ય કારોભારી સભ્ય ત્રિભોવનભાઈ પંચાલ અને તેમની પત્નીની હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવની જાણ થતાં જ મહીસાગર જિલ્લાના એસપી, લુણાવાડા પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક ઘટના સ્થળે પહોંચ્યા છે અને બનાવને પગલે સ્થાનિક ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ત્રિભોવનભાઈ પંચાલ મહિસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય હોવાની સાથે પંચાલ સમાજના આગેવાન હતા.

રાજકીય આગેવાન અને તેમના પત્નીની હત્યાની ઘટનાને પગલે હાલ મહીસાગર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે અને આરોપીઓને શોધવા પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યાં છે. આરોપીએ તિક્ષ્ણ હથિયારની મદદથી આ દંપતી પર હુમલો કર્યો હતો. દંપતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં બંનેના મોત નિપજ્યું છે. હાલ આ ઘટનાને પગલે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે હ્લજીન્ અને ડોગ સ્કવોડની મદદ લીધી છે.

ભાજપના નેતા અને પત્નીના માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી છે. ભાજપના નેતાની લાશ ઘરના ગાર્ડનમાંથી મળી આવી હતી. જ્યારે તેમના પત્નીની ઘરમાં હત્યા કરાયેલી લાશ મળી આવી છે. તેમના પત્નીની પણ લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.

મહીસાગરના જિલ્લા ભાજપ કારોબારી સભ્યની હત્યા થઈ છે. ત્રિભોવનભાઈ પંચાલ અને તેમના પત્નીની અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી છે. તેઓ પંચાલ સમાજના પણ આગેવાન રહી ચૂક્યાં છે. લુણાવાડાના પાલ્લા ગામે આ હત્યાનો બનાવ બન્યો છે. આ ઘટનાની જાણ થતા જ લુણાવાડા પોલીસ અને ધારાસભ્ય જિજ્ઞેશ સેવક ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
ત્રિભોવનભાઈનો મોબાઈલ હજુ પોલીસને મળ્યો નથી. મોબાઈલમાં રિંગ વાગે છે, જેથી, મોબાઈલ લોકેશન શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે. મોબાઈલ પોલીસના હાથમાં આવ્યા બાદ હત્યાનું કારણ જાણવું સહેલું બનશે.

Follow Me:

Related Posts