ગુજરાત

મહીસાગરમાં એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો

૫ લાખથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો ગુજરાતમાં ડ્રગ્સનુ સેવન અને હેરાફેરી વધી ગઈ છે. જેમાં વધુ એક કેસમાં મહીસારગરમાં એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે પાંચ લાખ રૂપિયાથી વધુ કિમતનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. પોલીસે સંતરામપુરના વાંકા નાડા પાસેથી ડ્રગ્સનો આ જથ્થોો ઝડપી લીધો હતો.પ્રાથમિક તપાસમાં એમડી ડ્રગ્સ મદ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ડ્રગ્સ ઘુસાડનારા ચાર શખ્સોની ધરપકડ કરી છે. ડ્રગ્સનો આ જથ્થો મદ્યપ્રદેશી કોણે મોકલ્યો અને અહીં કોને પહોંચાડવાનો હતો તેની પોલીસ તપાસ કરી રહી છે.

Related Posts