મહીસાગરમાં હાલોલ શામળાજી હાઇવે ઉપર કોટેઝ ચોકડી પર અક્સ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, મહીસાગરમાં હાલોલ શામળાજી હાઇવે ઉપર કોટેઝ ચોકડી પર થયેલા અક્સ્માતમાં બે લોકોના મોત થયા હતા. પીકઅપ ગાડીના ચાલકે બાઈક ચાલક અને સાયકલ ચાલકને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકોના મોત થયા હતા જ્યારે સાયકલ પર સવાલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે પીકઅપ વાહન ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહીસાગરમાં હાલોલ શામળાજી હાઇવે પર અકસ્માત, બે લોકોના મોત

Recent Comments