ગુજરાત

મહીસાગર એલસીબીએ દારૂની હેરાફેરી કરતી ૨ કાર ઝડપી, રૂ. ૫ લાખથી વધુનો મુદ્દામાલ ઝડ્‌પાયો

મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમી આધારે લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ લઈ જતી બે ગાડીઓ ઝડપી પાડી છે. જેમાં લુણાવાડા તાલુકાના સકલીયા ગામ નજીકથી પસાર થતી બોલેરો ગાડી જેમાં ચોર ખાનું બનાવીને દારૂ લઈ જવાતો હતો જેને ઝડપી પાડવામાં આવ્યો હતો. લુણાવાડા શહેરની પૂજા હોસ્પિટલ નજીકથી પસાર થતી સ્વીફ્ટ ગાડી જેમાંથી પણ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા મહીસાગર જિલ્લા પોલીસ વડા રાકેશભાઈ બારોટ દ્વારા મહીસાગર જિલ્લામાં દારૂની હેરફેર તથા વેંચાણ સહિતની પ્રોહીબિશનની અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી હતી. જે અનુસાર મહીસાગર એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સબ ઇસ્પેક્ટર એસ. બી. ઝાલા અને કે. સી. સીસોદીયાની સૂચના આધારે એલસીબી સ્ટાફના માણસો દિવાળીના તહેવાર અનુસંધાને પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગમાં હતાં.

આ દરમ્યાન એલસીબી પીઆઈ આર.ડી.ભરવાડને બાતમી મળી હતી કે, સંતરામપુર તરફથી એક બોલેરો ગાડીમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂ લઈ જવામાં આવનાર છે તથા લીંબડીયા તરફથી એક સ્વીફ્ટ ગાડીમાં પરપ્રાંતીય દારૂ ભરી લુણાવાડા તરફ આવનાર છે. બાતમી આધારે એલસીબી પીઆઈ અને પીએસઆઈ સહિત એલસીબી સ્ટાફના માણસો ભવાનજી,કૃષ્ણકુમાર,વિનોદભાઈ, વિરેન્દ્રસિંહ, પરેશભાઈ, મહેપાલસિંહ સહિતના માણસોની અલગ અલગ ટિમો બનાવી નાકાબંધી તથા વોચ ગોઠવી ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે બોલેરો ગાડી આવતાં સંતરામપુર રોડ ઉપર સકલીયા ગામ નજીક આવતાં એલસીબી પોલીસે ઝડપી પાડી હતી. બોલેરો ગાડીને એલસીબી ઓફિસ લાવી ચેક કરતાં ચોર ખાનામાંથી અલગ-અલગ માર્કાના પરપ્રાંતીય ભારતીય બનાવટનીકાચની નાની-મોટી કુલ ૨૫૭ નંગ દારુની બોટલો મળી આવી હતી.

જેની કુલ કિંમત ૩૩,૮૪૫ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ બોલેરો ગાડીની કિંમત ૨.૫૦ લાખ તથા આરોપીની અંગઝડતીમાંથી ૨ મોબાઈલ મળી આવ્યા હતાં જેની કિંમત ૫૦૦૦ તથા રોકડ ૫૦૦ મળી કુલ ૨,૮૯,૩૪૫ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમજ બીજી બાજુ લીંબડીયા તરફથી બાતમી મુજબની એક સ્વીફ્ટ ગાડી આવતા એલસીબી પોલીસે તેને લુણાવાડા શહેરની પૂજા હોસ્પિટલ નજીકથી ઝડપી પાડી હતી તેમજ સ્વીફ્ટ ગાડી ચેક કરતાં તેમાંથી પરપ્રાંતિય ભારતીય બનાવટની કાચની નાની મોટી બોટલો મળી કુલ નંગ ૧૩૨ જેની કુલ કિંમત ૨૭,૩૬૦ તથા દારૂની હેરાફરીમાં ઉપયોગમાં લીધેલ સ્વીફ્ટ ગાડીની કિંમત ૨.૫૦ લાખ તથા આરોપીની અંગઝડતીમાંથી મળેલ મોબાઈલ એક જેની કિંમત ૧૦ હજાર મળી કુલ ૨,૮૭,૩૬૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આ બંને જગ્યાથી મળી આવેલ દારૂના આરોપી પ્રથમ બોલરો ગાડી સાથે પકડાયેલ મુકેશ દેવીલાલ પંચાલ રહેવાસી કોટડા બડા બાસવાડા રાજસ્થાન અને શંકરસિંહ નાનુંસિંહ રાજપૂત રહેવાસી હિંતા ઉદયપુર રાજસ્થાનનો છે. બીજી પકડાયેલ સ્વીફ્ટ ગાડી સાથે આરોપી કુલદીપસિંહ સુરેન્દ્રસિંહ ગોહિલ કાલોલ પંચમહાલનો રહેવાસી આમ મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા તમમાં આરોપીઓ વિરુદ્ધ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના અલગ-અલગ ગુના નોંધી પ્રોહી એક્ટ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Related Posts