fbpx
ગુજરાત

મહીસાગર નદીમાં ૧૩ લોકો ફસાયા, જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા

રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યાં બોરસદના ગાજણા ગામે મહીસાગર નદીમાં ૧૩ લોકો ફસાયા છે. રાત્રિ દરમિયાન એકા એક પાણીનો પ્રવાહ વધતાં બહાર નીકળી શક્યા ન હતા. નદીના ભાઠામાં રહેતા લોકો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા હતા.

જેમાં ગઈકાલે રાત્રેથી ઝાડ પર બેસેલા ૧૩ લોકો ફસાયા છે. ઝાડ પર ફસાયેલા લોકોએ વીડિયો શેર કર્યો છે. ફસાયેલા ૧૩ લોકોને એરફોર્સ દ્વારા બચાવવામાં મદદ લેવાશે તો આંકલાવાના ચમારા ગામમાં પણ ૮ લોકો નદીના તટમાં ફસાયા છે. તંત્ર પાસે ફસાયેલા લોકોએ મદદ માટે અપીલ કરી છે. મહીનદીના પાણી ખેતરમાં ફરી વળ્યાં છે. જેના પગલે શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. તો કેટલાક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. પરંતુ અત્યાર સુધી હજુ તંત્ર મદદે પહોંચ્યુ નથી.

Follow Me:

Related Posts