fbpx
ગુજરાત

મહીસાગર લૂંટ અને હત્યા કેસના આરોપીની ધરપકડ કરાઇમિત્રની હત્યા કરી તેમનો મૃતદેહ દૂર ફેંકીને રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો

બાલાશિનોરના સંતરામપુરની ૈંઝ્રૈંઝ્રૈં બેન્કના મેનેજર વિશાલ પાટીલની હત્યા અને એક કરોડ ૧૭ લાખ રૂપિયાની લૂંટનો આરોપી હર્ષિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી હર્ષિત પટેલે મૃતક વિશાલ પાટીલ સાથે બેંકના કામે પહેલા મિત્રતા કરી લીધી હતી. મિત્રતાના વેશમાં જ હર્ષિલ પટેલે વિશાલની હત્યા કરીને તેમનો મૃતદેહ દૂર ફેંકીને રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો.

હાલ સ્થાનિક પોલીસે આ આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. આ લૂંટ અને હત્યાના કેસમાં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે. આરોપી હર્ષિલ પટેલની પોલીસે ગળતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી હર્ષિલ પટેલે મિત્રતાનો લાભ લઇને હત્યા કરી છે. આ આરોપીએ મેનેજરના માથામાં ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. જે બાદ કાર સળગાવીને મેનેજરનો મૃતદેહ ૨૦ કિલોમીટર દૂર ફેંકી દીધો હતો.. આપને જણાવીએ કે, લુણાવાડા સતરામપુર હાઇવે રોડ પર ગોદર ગામ પાસે એક કાર બળેલી હાલતમાં મળી હતી. મંગળવારે મોડી રાતે કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે. આ કાર બાલાસિનોર ૈંઝ્રૈંઝ્રૈં બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલની હતી.

આ બળીને ખાખ થયેલી કારમાંથી એક લોખંડની ખાલી પેટી પણ દેખાઇ હતી. આ સાથે બુધવારે મેનેજર વિશાલ પાટીલની હત્યા કરેલી હાલતમાં લાશ પણ મળી આવી છે. આ કેસમાં ૧ કરોડ ૧૭ લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની હાલ માહિતી મળી રહી છે. સમગ્ર બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે. સ્થાનિક પોલીસે બોડી કબ્જે કરી વધુ તપાસ માટે કેટલીક ખૂટતી કડીઓ જાેડવા સઘન તપાસ શરૂ કરી છે. આ લૂંટમાં બેંક મેનેજરનો પણ હત્યા કરાયેલો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. સંતરામપુરથી કડાણા તરફ જવાના રસ્તા પર વિશાલ પાટીલનો મૃતદેહ મળી આવ્યો હતો. મોડી રાતે જ જિલ્લા પોલીસ વડા, ડી વાય એસ પી, સંતરામપુર પોલીસ,એલ સી બી, એસ ઓ જી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી છે. હાલ આ અંગે વિવિધ દિશાઓમાં તપાસ થઇ રહી છે.

Follow Me:

Related Posts