મહુઆ મોઇત્રાની મુસીબતો વધી શકે… CBIએ TMC MP સામે તપાસ શરૂ કરી
તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાની મુસીબતો પૈસા બદલ પ્રશ્નોના મામલે વધી શકે છે. હવે સીબીઆઈએ આ કેસમાં પ્રાથમિક તપાસ શરૂ કરી છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીએ ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલના નિર્દેશ પર મહુઆ મોઇત્રા વિરુદ્ધ પ્રાથમિક તપાસ નોંધી છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર આરોપ લગાવ્યો છે કે ટીએમસી સાંસદે સવાલ પૂછવા માટે બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી લાંચ લીધી હતી. ભાજપના સાંસદે આ સમગ્ર મામલાની ફરિયાદ એન્ટી કરપ્શન લોકપાલને પણ કરી હતી.
સાંસદે મોઇત્રા પર નાણાકીય લાભ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરવાનો પણ આરોપ લગાવ્યો છે. હાલમાં લોકસભાની એથિક્સ કમિટી મોઇત્રા સામેના આ ગંભીર આરોપોની તપાસ કરી રહી છે. તાજેતરમાં કમિટીએ આ મામલે મોઇત્રાની પૂછપરછ પણ કરી હતી. સીબીઆઈ હવે આ કેસની પ્રાથમિક તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરશે કે શું ટીએમસી સાંસદ પર લાગેલા આરોપો સંપૂર્ણ તપાસ કરવા યોગ્ય છે કે નહીં. આ સમય દરમિયાન, જાે સીબીઆઈને ટીએમસી સાંસદ વિરુદ્ધ પુરાવા મળશે, તો સીબીઆઈ સંપૂર્ણ રીતે તપાસમાં સામેલ થશે અને કેસને એફઆઈઆરમાં ફેરવી શકે છે… બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો છે કે ભેટના બદલામાં મોઇત્રાએ અદાણી ગ્રૂપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે હિરાનંદાનીના કહેવા પર સંસદમાં પ્રશ્નો પૂછ્યા હતા. બીજી તરફ ટીએમસી સાંસદે તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે.
તેમનો દાવો છે કે તેમને જાણી જાેઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે અદાણી ગ્રૂપ સાથે સંબંધિત ડીલ પર સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે મહુઆ મોઇત્રા ૨ નવેમ્બરે લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ હાજર થઈ હતી. મહુઆ મોઇત્રા લગભગ દોઢ કલાક સુધી સમિતિના પ્રશ્નોના જવાબ આપતા રહ્યા. આ દરમિયાન તેણે આરોપોને નકારી કાઢ્યા હતા. બેઠકમાં ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના અહેવાલો પર ચર્ચા કરવામાં આવી હતી. મહુઆ મોઇત્રાએ એથિક્સ કમિટીની સામે શું કહ્યું? જે વિષે જણાવીએ, મળતી માહિતી મુજબ, મોઇત્રાએ સમિતિ સમક્ષ પોતાની દલીલ આપતાં કહ્યું હતું કે તેના અંગત જીવનને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. સાંસદે કહ્યું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. આ દરમિયાન કેટલાક સાંસદોએ કહ્યું કે અહીં અંગત જીવનની ચર્ચા નથી થઈ રહી પરંતુ તમારા પર સંસદીય અધિકારોનો દુરુપયોગ કરવાનો આરોપ છે.
Recent Comments