fbpx
ગુજરાત

મહુધામાં સાસરિયાના ત્રાસથી પરીણિત મહિલાએ આત્મહત્યા કરી

મહુધા તાલુકાના મહીસા ગામમાં પરીણિતાએ તેના સાસુ, સસરા અને ભાભીના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે ત્રણેય સાસરીયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહુધા તાલુકાના મહીસા ગામમાં પરીણિતાએ તેના સાસુ, સસરા અને ભાભીના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે ત્રણેય સાસરીયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માતર તાલુકાના સંધાણામાં રહેતા મહેશ ઝાલાની પુત્રીના લગ્ન ૨૦૧૮માં મહુધા તાલુકાના મહિસામાં રહેતા હિતેશરા સોઢા સાથે થયા હતા. પરિણીત જીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો.

પરિણીતાને તેના સસરા રાવજીભાઈ અને સાસુ જયાબેન દ્વારા ઘરના કામકાજ જેવી નાની-નાની બાબતે ઝઘડો કરીને ત્રાસ આપવામાં આવતો હતો. નણંદ કાજલબેન જ્યારે પિયર આવતા ત્યારે ચડવણી કરી હેરાન કરતા હતા. યુવતીએ તેના પિતાને ફોન કરીને કહ્યું કે તેના સાસરિયાઓનો ત્રાસ વધી ગયો છે અને તે આત્મહત્યા કરી રહી છે. આ અંગે યુવતીએ તેના પિતાને જાણ કરી હતી. પરામર્શ બાદ પિતાએ પુત્રીને સમજાવીને તેના સાસરે મોકલી દીધી. જાેકે, સાસુ અને સસરા તરફથી ત્રાસ ચાલુ જ હતો. પિતા મહેશભાઈએ દીકરીને સાસુ પાસે આવીને સમજાવી હિંમત આપી. યુવતીએ ઘરની પાછળ લોખંડની પાઇપ સાથે પ્લાસ્ટિકના દોરડા વડે ગળું દબાવી આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ પરીણિતાના પિતા તેના પિતા સાથે મહીસા ગામ પહોંચી ગયા હતા. આમ, યુવતીના પિતાએ મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે યુવતીની સાસુ,સસરા અને નણંદે તેને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી.

Follow Me:

Related Posts