મહુવાના તલગાજરડા ખાતેના ચિત્રકૂટધામ મધ્યે હનુમાન જયંતી નિમિત્તે હનુમંત સંગીત મહોત્સવ નો આજ રાત્રીથી પ્રારંભ થશે

ભાવનગરના મહુવા શહેર નજીક આવેલા તલગાજરડા ગામ ખાતે હનુમાન જન્મોત્સવ ના ઉપલક્ષ્યમાં મોરારીબાપુની પ્રેરણા અને આશિષ થકી સળંગ 47 માં વર્ષે ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે હનુમાનજી મહારાજને સંગીતાંજલી અર્પણ કરવામાં આવશે. હનુમાનજી મોરારીબાપુ ના ઉપાસ્ય દેવ છે ત્યારે છેલ્લા પાંચ દાયકાથી તલગાજરડાના ચિત્રકૂટ ધામ ખાતે દેશના સુપ્રસિદ્ધ કલા સાધકો અહી ઉપસ્થિત રહીને વિશિષ્ટ રીતે અંજલિ અર્પણ કરે છે.
આજે તા 21 ને રવિવારના પ્રારંભના દિવસે રાત્રિના આઠ થી દસ કલાકે દિલ્હી સ્થિત સુપ્રસિદ્ધ બાંસુરીવાદક પંડિત શ્રી રાજેન્દ્ર પ્રસન્ના દ્વારા શાસ્ત્રીય વાદ્ય સંગીત માં બાંસુરી વાદનની પ્રસ્તુતિ થશે. જ્યારે પુના સ્થિત પદ્મશ્રી વિજય ઘાટે દ્વારા તાલચક્ર (તબલાવાદન)ની હનુમાનજીની પ્રતિમા સમક્ષ પ્રસ્તુતિ થશે.
22 ને સોમવારે પણ રાત્રિના આઠથી દસ વચ્ચે વિદૂષી પદ્મા તલવલકર દ્વારા શાસ્ત્રીય ગાયનની પ્રસ્તુતિ થશે. તા 23 ને મંગળવારે (હનુમાનજી જન્મ જયંતી) ના દિવસે સવારના ભાગે નૃત્ય વંદનામાં પદ્મશ્રી નદીની અને પદ્મશ્રી કમલીની કથક શૈલીમાં ભાવનૃત્ય પ્રસ્તુત કરશે. ત્યારબાદ આજીવન સાધના અને સેવાના ઉપલક્ષ્યમાં વિદ્યા ક્ષેત્રના વિવિધ એવોર્ડ એનાયત થશે. બાદમાં મોરારીબાપુ નું પ્રાસંગિક ઉદબોધન સાથે આ વર્ષના અને 47 માં હનુમંત સંગીત મહોત્સવ નું સમાપન થશે..
Recent Comments