મહુવાની એમ.એમ. સ્કૂલના શિક્ષકની ભગવાન શિવજીની વિવાદિત ટીપ્પણી બાદ ભારે રોષવિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ પણ શિક્ષકનો ઉધડો લીધો
ભાવનગરના મહુવાની એમ.એમ. સ્કૂલના શિક્ષકે ભગવાન શિવ વિશે વિવાદી ટિપ્પણી કરી હોવાનુ સામે આવ્યુ છે. હિંદી ભાષા શિક્ષકે ભગવાન શિવ વિશે વિવાદી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યુ કે લોકો અંધશ્રદ્ધાથી દોરવાઈને શિવલિંગની પૂજા કરે છે. આટલેથી ન અટક્તા વધુમાં તેમણે ઉમેર્યુ કે બૌદ્ધ ધર્મની મૂર્તિઓ ખંડિત કરીને તેમાથી શિવલિંગ બનાવવામાં આવ્યા છે. બોદ્ધ ધર્મની મૂર્તિઓને શણગારી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિ બનાવાઈ હોવાનુ પણ શિક્ષકે જણાવ્યુ છે. શિક્ષકની આ પ્રકારની ટિપ્પણી બાદ હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે.
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ શાળાએ પહોંચી વિરોધ કર્યો હતો. સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ શિક્ષકનો ઉધડો લીધો હતો. ભારે વિવાદ બાદ શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી. શિક્ષકે જણાવ્યુ હતુ કે હું મારુ કંઈ નથી કહેતો ઈતિહાસની વાત કરુ છુ. ૨૮૦૦ વર્ષથી બહારથી આવેલા લોકોએ બૌદ્ધ ધર્મ આજની તારીખે એના મંદિરો બૌદ્ધ ધર્મની મૂર્તિઓને ખંડિત કરીને શિવલિંગ બનાવવામાં આવેલુ છે. હિંદુ ધર્મનો પાયો પણ એ પછી જ નખાયો હોવાનો શિક્ષકે દાવો કર્યો. શિક્ષકની આ ટિપ્પણી બાદ હિંદુ સંગઠનો મેદાને આવ્યા અને સ્કૂલે જઈ શિક્ષકનો ઉધડો લીધો હતો. શિક્ષક કક્ષાના વ્યક્તિએ ધર્મ ગમે તેમ ન બોલવુ જાેઈએ. ધર્મ વિશે અનેક મતમતાંતર હોય ત્યારે કોઈની ધાર્મિક લાગણી દુભાઈ એ પ્રકારના નિવેદનો શિક્ષક કક્ષાના વ્યક્તિએ ન કરવા જાેઈએ. અહીં શિક્ષક દ્વારા આડકતરી રીતે બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
Recent Comments