મહુવાની ગળથર સરકારી હાઇસ્કૂલ ‘પરીક્ષા એક જ્ઞાનોત્સવ’ અંતર્ગત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો
મહુવાની ગળથર સરકારી હાઇસ્કૂલ ‘પરીક્ષા એક જ્ઞાનોત્સવ’ અંતર્ગત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજવામાં આવ્યો હતો.
સરકારી હાઇસ્કૂલ-ગળથરમાં ‘પરીક્ષા એક જ્ઞાનોત્સવ’ અંતર્ગત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજવામાં આવેલ હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી અશ્વિનભાઈ બલદાણીયા અને શ્રી અરવિંદભાઈ બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓ દ્વારા વિધ્યાર્થીઓને ખૂબ જ તલસ્પર્શી જ્ઞાન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માત્રી માઁ આશ્રમ, શેવડીવદરના મહંતશ્રી રામાશ્રયપુરી બાપુએ આશિર્વચન આપેલ હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી શનિભાઈ ટાટમિયા તેમજ સ્ટાફગણએ જહેમત ઉઠાવેલ હતી.
Recent Comments