ભાવનગર

મહુવામાં આવતીકાલે ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી, વિવિધ કાર્યક્રમ યોજાશે

સમસ્ત અનુસૂચિત જાતી મહામંડળ મહુવા દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતિ આવતીકાલે તા.૧૪-૦૩-૨૨ના રોજ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાશે મહુવામાં આવતીકાલે સમસ્ત અનુસૂચિત જાતી મહામંડળ દ્વારા આયોજિત તેમજ મહુવા નગરપાલિકા વોર્ડ નં – ૧ ના નગર સેવક મંગાભાઈ ચૌહાણ ની આગેવાનીમાં ભારત રત્ન તેમજ કાયદાના ઘડવૈયા અને ભારતીય સંવિધાનના પ્રણેતા ડો.બાબા સાહેબ આંબેડકર જી ની ૧૩૧ મી જન્મજયંતિ ભવ્યથિ અતિ ભવ્ય રીતે ઉજવવામાં આવશે જેમાં વિવિધ કાર્યક્રમો સાથે તા.14/04/22 ના રોજ સવારે 9:00કલાકે થી કાર્યક્રમ ની શરૂઆત સુપ્રસિદ્ધ રામ કથાકાર પુજ્ય મોરારીબાપુ ની ઉપસ્થિતિમાં થશે ત્યારબાદ શહેરના વિવિધ મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા પસાર થશે અને અંતમાં રાત્રે લોક ડાયરનું પણ સરસ આયોજન ગોઠવવામાં આવ્યું છે. મુખ્ય વાત કરીએ તો હર વર્ષે બાબા સાહેબની જન્મજયંતિ ઉજવાતા આવિયા છીએ પણ આ વર્ષે મંગાભાઈ ચૌહાણ ની આગેવાની અને સમસ્ત અનુસૂચિત જાતી મહામંડળ મહુવા દ્વાર ઐતિહાસિક રીતે અતિ ઉત્સાહભેર તેમજ ધામધૂમથી ડો.બાબા સાહેબ આંબેડકર જીની ૧૩૧ મી જન્મજયંતિ નિમિત્તે શહેરની સંવિધાન પ્રેમી જનતાને ભાવ ભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવે છે. આવો સૌ સાથે મળી સવિધાનના પ્રણેતા અને ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકર જીની જન્મજયંતિ નિમિતે મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમ ને ઐતિહાસિક કાર્યક્રમ બનાવીએ.

Follow Me:

Related Posts