fbpx
ભાવનગર

મહુવામાં કળસાર પ્રાથમિક શાળા ખાતે લાકડાનાં રમકડાં, નાળિયેરી, અને દરિયો દર્શાવતી થીમ ઉભી કરાશે

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન થનાર છે ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર અલગ અલગ થીમ આધારિત એક મતદાન બુધ ઊભું કરવામાં આવનાર છે.

        જેમાં ૯૯-મહુવા બેઠકના કળસાર પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન મથકમાં મહુવાની ઓળખ સમાં મહુવાના લાકડાનાં રમકડાં, નાળિયેરી, અને દરિયો દર્શાવતી થીમ આધારિત મતદાન મથક બનાવવામાં આવનાર છે.

        આ થીમની વિશેષતા એ છે કે, મહુવાના મતદારોને પોતીકા પણાનો અહેસાસ થાય અને મતદાન કરતી વખતે મહુવાની વિશેષતા જાણવા મળે એ હેતુથી મહુવાના ઓળખ સમુ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે.  

Follow Me:

Related Posts