ભાવનગર

મહુવામાં ચાલતી રામકથા શ્રી મોરારિબાપુ

કરુણાનાં આકાશમાં સત્ય રૂપી સૂર્ય અને પ્રેમ રૂપી ચંદ્ર ઘૂમે છેમહુવામાં ચાલતી રામકથામાં યજમાન પરિવારે ત્રીજી કથા માટે કરેલાં મનોરથને શ્રી મોરારિબાપુએ કર્યો સ્વીકારઈશ્વરિયા શનિવાર તા.૪-૧૧-૨૦૨૩(મૂકેશ પંડિત)સત્ય, પ્રેમ અને કરુણા તત્વને કેન્દ્રમાં રાખી શ્રી મોરારિબાપુ રામકથા ગાન કરી રહ્યા છે. મહુવામાં ‘ ‘માનસ ભૂતનાથ’ કથામાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, કરુણાનાં આકાશમાં સત્ય રૂપી સૂર્ય અને પ્રેમ રૂપી ચંદ્ર ઘૂમે છે.

‘ચિત્રકૂટ ધામ’ મહુવા વડલી ભૂતનાથ મહાદેવનાં સાનિધ્યમાં શ્રી મોરારિબાપુએ આઠમાં દિવસે રામકથા પ્રસંગોમાં વિવિધ કાંડ વર્ણન સાથે રામ વનવાસ, ભરત શત્રુઘ્ન, જટાયુ… વગેરે પાત્ર પ્રસંગોના પ્રવાહ દરમિયાન સત્ય અને પ્રેમ તત્ત્વ સમજાવતાં કહ્યું કે સત્ય વચનભંગ ન કરે, પ્રેમ વચન ભંગ કરી શકે જે અનુક્રમે રામ અને કૃષ્ણમાં જોવા મળે છે. કરુણાનાં આકાશમાં સત્ય રૂપી સૂર્ય અને પ્રેમ રૂપી ચંદ્ર ઘૂમે છે.

કરણ અને ઉપકરણ સાથે અંતઃકરણ શુદ્ધિ વધુ આવશ્યક ગણાવી આ કથા અંતઃકરણ શુદ્ધિ માટે જ છે. સાધુની સચોટ વ્યાખ્યા કરતાં શ્રી મોરારિબાપુએ સત્યમાં શુરો, પ્રેમમાં પૂરો અને કરુણામાં ગુરો હોય તેમ જણાવ્યું. 

કથાના નિમિત્તમાત્ર યજમાન શ્રી દાનાભાઈ કળસરિયા ફાફડાવાળા પરિવાર દ્વારા અગાઉ એક કથા અને હાલ ચાલી રહેલી કથા ઉપરાંત પણ હજુ એક કથા માટે મનોરથ વ્યક્ત કર્યો. આજે યજમાન પરિવારના બાળક શ્રી રાજવીર કળસરિયાએ કથા પ્રારંભ પહેલા વ્યાસપીઠ પર જઈ ત્રીજી કર્યા માટે કરેલાં મનોરથને શ્રી મોરારિબાપુએ સ્વીકાર કર્યો હતો અને કથા મંડપમાં ભાવ હર્ષ વ્યાપ્યો હતો.

ગોહિલવાડના પ્રતિભાવંત શ્રી નાનાભાઈ ભટ્ટના પ્રસંગ વર્ણન સાથે સંગતિ મહિમા વર્ણવી આગામી દિવસોમાં લોકભારતી સણોસરા ખાતે યોજાનાર રામકથા ઉલ્લેખ કર્યો.ભૂતનાથ મહાદેવ સંકુલ માટે દાતાઓ દ્વારા ઉદારતા સાથે દાન ભંડોળ એકત્ર થઈ રહ્યું છે.

Related Posts