મહુવામાં ચિત્રકૂટ ધામ ખાતે રામકથા ‘માનસ ભૂતનાથ’ શ્રી મોરારિબાપુ
નવા મંદિરોનું નિર્માણ નહિ ગામડાના મંદિરોના જીર્ણોધ્ધાર એ પહેલો ધર્મ – શ્રી મોરારિબાપુમહુવામાં ચિત્રકૂટ ધામ ખાતે રામકથા ‘માનસ ભૂતનાથ’ લાભ લેતાં ભાવિકોમહુવા બુધવાર તા.૧-૧૧-૨૦૨૩(મૂકેશ પંડિત)મહુવા વડલી ખાતે ચાલતી રામકથા ‘માનસ ભૂતનાથ’ લાભ લેતાં ભાવિકોને અને સમાજને શ્રી મોરારિબાપુએ ટકોર સાથે અનુરોધ કરેલ કે, નવા મંદિરોનું નિર્માણ નહિ ગામડાના મંદિરોના જીર્ણોધ્ધાર એ પહેલો ધર્મ છે.
રામકથાના માધ્યમ સાથે રાષ્ટ્રની સંસ્કૃતિ, વૈશ્વિક ધર્મ અને પરંપરા પર વધુ ભાર આપતા શ્રી મોરારિબાપુ દ્વારા પણ અસંખ્ય વિવિધ સામાજિક ઉપક્રમો યોજાતા રહે છે, જેનો લાભ છેવાડા માણસ સુધી પહોંચી રહ્યો છે, જે સૌ જાણે છે.
મહુવા વડલી ખાતે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા ‘માનસ ભૂતનાથ’ લાભ લેતાં ભાવિકોને અને સમાજને શ્રી મોરારિબાપુએ કથા પ્રસંગોના ઉલ્લેખ કરતાં ટકોર સાથે અનુરોધ કરેલ કે, નવા મંદિરોનું નિર્માણ નહિ ગામડાના મંદિરોના જીર્ણોધ્ધાર એ પહેલો ધર્મ છે. ગામમાં પશુઓ માટે અવેડો બંધાવવો એ પણ મોટો ધર્મ છે.
શ્રી મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી શિવજીનો મહિમા વર્ણવતા જણાવ્યું કે શિવજીની એક આંખ સૂર્ય છે, પણ તેમાંથી ચાંદનીની શીતળતા મળે છે, તે અંધારા ઉલેચનાર અને આપણાં દુર્ગુણોને બાળનાર છે. આ તપ સાથેનું તેજ છે. તપના સાંપ્રત ઉદાહરણોમાં કથામાં શ્રોતાઓ ત્રણ ત્રણ કલાક બેસે તે પણ તપ છે. શ્રી મોરારિબાપુએ સમાજની સ્થિતિ પર કટાક્ષ કરતાં ઉમેર્યું કે, નિર્દોષ હોય તેના પર આક્ષેપ થાય અને સહન કરવું એ પણ તપ જ છે. શિવજી દ્વારા થતું નિર્વાણ કાર્ય એ નાશ નહિ પણ નવ નિર્માણ માટેનું હોય છે.
શ્રી દાનાભાઈ કળસરિયા પરિવાર દ્વારા નિમિત્ત માત્ર યજમાન બની યોજાયેલ આ કથામાં જાણીતા સાહિત્યકાર શ્રી નીતિન વડગામા દ્વારા પ્રારંભિક સંચાલન સાથે શ્રી મોરારિબાપુની અગાઉની કથા સંદર્ભે વિવિધ પ્રકાશનોનું લોકાર્પણ થયું હતું, જેમાં શ્રી જયદેવ માંકડ સંકલિત ‘બાવો બોર વેચતા’ ભાગ ૨ અને મુંબઈ રામકથા આધારિત શ્રી નીતિન વડગામા સંપાદિત ‘માનસ દર્શન’ સમાવિષ્ટ છે. અહી શ્રી બુરહાદીન કપાસી તથા શ્રી ભરત ચૌહાણ દ્વારા વિવિધ ચિત્રો શ્રી મોરારિબાપુએ અર્પણ કરાયા હતા.
આજે કથામાં રાસ ગાન કરાવતાં સૌ શ્રોતાઓ અને વિશેષ વારકરી ભક્તગણ વ્યાસપીઠ પરથી ઝૂમ્યાં હતા.
શ્રી મોરારિબાપુ દ્વારા પ્રારંભ કરાયેલ અહીંના ભૂતનાથ મહાદેવ સંકુલ વિકાસ અર્થે ભંડોળ માટે દાતાઓ દ્વારા ઉદાર સખાવત જાહેર થતી રહી છે. કથામાં શ્રી વિજયરાજહંસજી મહારાજ, શ્રી જગજીવનદાસજી મહારાજ, શ્રી જાનકીદાસ બાપુ, શ્રી વિશ્વાનંદ માતાજી સહિત ધાર્મિક, સામાજિક મહાનુભાવો અને વિશાળ ભાવિક સમૂહ જોડાયો હતો.
Recent Comments