ગુજરાત

મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં ૩.૨૦ લાખના અનાજની ચોરી

ભાવનગરના મહુવામાં ચોરીની એક મોટી ઘટના સામે આવતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો, મહુવામાં આવેલ સરકારી અનાજના ગોડાઉનમાંથી ૩.૨૦ લાખના અનાજની ચોરી કરવામાં આવી છે અને ગુનો કરનાર વ્યક્તિ દ્વારા ગોડાઉનના સીસીટીવી કેમેરા પણ બંધ કરી ને ગુનો આચરવામાં આવ્યો હતો. આ મામલે ગોડાઉન મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે જ્યારે પોલીસે ચોરીનો ગુનો નોંધી તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ, ભાવનગર જીલ્લામાં મહુવા શહેરમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉં, ચોખાના ૩૪૫૦ કિલો ગ્રામના ૬૯ કટા હતા, જેની કિંમત ૧,૩૫,૨૪૦ રૂપિયા છે. ઘઉં ૬૨૫૦ કિલો ગ્રામ ૧૨૦ કટા હતા. જેની કિંમત ૧,૭૧,૨૫૦ રૂપિયા છે. ખાલી બારદાન નંગ ૧૯૪ કિંમત ૧૩,૬૬૮ રૂપિયા છે. કુલ કિંમત રૂપિયા ૩ લાખ ૨૦ હજાર રૂપિયા છે. ચોરી તા ૮/૬/૨૦૨૪ રાત્રે ૮ કલાક થી તા ૯/૬/૨૦૨૪ બપોરના ૨ કલાક દરમિયાન થવા પામેલ છે. જેના લીધે ગોડાઉન મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

Related Posts