ગુજરાત

મહુવા એસ.ટી. ડેપોમાં વિદ્યાર્થીઓ ધ્વારા બસની આગળ બસીને બસ ને રોકવામાં આવી

 હમારી’ના સૂત્રની ગુલબાંગો ફૂંકતું એસ.ટી. તંત્ર નિયમિત સંચાલનની અસલામતીનો છાશવારે અહેસાસ કરાવે છે. અચાનક જ રૂટ બંધ કરવા, ટ્રીપો કેન્સલ કરવી કે બસ મોડી દેડાવવાની સમસ્યા રોજીંદી બની ગઈ છે. તેવામાં મહુવા એસ.ટી. ડેપો ખાતે બસની અનિયમિતતા અને અચાનક ટ્રીપ કેન્સલ કરી દેવાના પ્રશ્ને વિદ્યાર્થીઓએ રોષે ભરાયા હતા અને હલ્લાબોલ-હંગામો કરી બસ આડે બેસી જઈ પૈડાંની સાથે બસ વ્યવહાર થંભાવી દીધો હતો.

અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે મહુવા અપડાઉન કરે છે. આ વિદ્યાર્થીઓ એસ.ટી. બસમાં અવર-જવર કરતા હોય, છેલ્લા ઘણાં સમયથી મહુવા-અમરેલી ડેપોની બસ અનિયમિત હોવાના કારણે વિદ્યાર્થીઓ સમયસર ઘરે પહોંચી શકતા ન હતા. આ બાબતે મહુવા ડેપો મેનેજરને એક અઠવાડિયાથી મૌખિક-લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં વિદ્યાર્થીઓના વ્યાજબી પ્રશ્નને ગણકારવામાં આવ્યો ન હતા.

જેના કારણે વિદ્યાર્થીઓનો રોષ સાતમાં આસમાને પહોંચી ગયો હતો અને એસ.ટી.ના અધિકારીઓ ‘ચમત્કાર વિના નમસ્કાર નહીં કરે’ તેવું લાગતા આજે બુધવારે મહુવાથી વીજપડી સુધીના ગ્રામ્ય વિસ્તારના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ મહુવા ડેપોમાં હલ્લાબોલ કરી હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ પોતાના વ્યાજબી પ્રશ્ન અને માંગણીને લઈ વિદ્યાર્થીઓએ બસના પૈડાં થંભાવી દેવા લાઈનસર બસની આડે બેસી ગયા હતા. જેના કારણે અન્ય રૂટોની બસ પણ ડેપો બહાર જઈ શકી ન હતા અને ડેપોમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓના હોબાળાના પગલે એસ.ટી. બસ વ્યવહાર ખોરવાઈ જતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમાધાનકારી વલણ અખત્યાર કરી હલ્લાબોલ કરી રહેલા વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા.

Related Posts