ભાવનગર જિલ્લાનાં એક દિવસીય પ્રવાસે આવેલ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બારૈયાએ ભાવનગર જિલ્લાનાં મહુવા એ.પી.એમ.સી. ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લામાં આવેલ ડેમો અંગે તેમજ તેના સમારકામની કામગીરી હેઠળના ભાગો વિશે તથા આગામી દિવસોમાં વરસાદના પાણી અંગે ઉદભવતી સમસ્યાઓના નિરાકરણ વિશે જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ બેઠકમાં મહુવા ધારાસભ્યશ્રી આર.સી.મકવાણા, ગારીયાધાર ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકારણી તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
Recent Comments