મહુવા ‘કૈલાસ ગુરુકુળ’ની મુલાકાત લેતાં રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ
ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ મહુવા ખાતેના ‘કૈલાસ ગુરુકુળ’ની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિશ્રી સાથે તેમની મુલાકાતમાં તેમના ધર્મપત્ની શ્રીમતી સવિતા કોવિંદ પણ જોડાયાં હતાં.
માનસ મર્મજ્ઞ- જાણીતા કથાકાર મોરારી બાપુએ ગુરુકુળ ખાતે રાષ્ટ્રપતિશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, મંત્રીશ્રી આર. સી. મકવાણા, પૂર્વ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર, અગ્રણી શ્રી કાળુભાઇ ડાભી અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ હવાઈદળ અને નૌકાદળના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કૈલાસ ગુરુકુળની મુલાકાત બાદ મહુવા હેલિપેડ ખાતેથી રાષ્ટ્રપતિશ્રી એરફોર્સના વિશેષ હેલિકોપ્ટરમાં ભાવનગર પરત જવાં રવાના થયાં હતાં.
Recent Comments