fbpx
ભાવનગર

મહુવા કૈલાસ ગુરુકુળમાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવ સંગોષ્ઠીનો પ્રારંભ થયો છે.

શ્રી મોરારિબાપુ પ્રેરિત પાંચ દિવસીય ઉપક્રમનાં પ્રારંભે તુલસી રોપમાં પાણી સિંચવા સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.  આ સંગોષ્ઠિમાં વક્તા વિદ્વાનો દ્વારા સંવાદ લાભ મળી રહ્યો છે. શ્રી હરિશ્ચંદ્ર જોષીનાં પ્રારંભિક સંચાલન સાથે તુલસી સાહિત્ય સંગોષ્ઠી પ્રારંભે શ્રી મોરારિબાપુએ વક્તા કથાકારોનું સ્વાગત અભિવાદન કર્યું હતું. 

મહુવા કૈલાસ ગુરુકુળમાં તુલસી જન્મોત્સવ પ્રસંગે આ તુલસી સાહિત્ય સંગોષ્ઠી પ્રારંભ પ્રથમ સત્રમાં શ્રી રામકૃષ્ણદાસજી (અયોધ્યા), શ્રી પીલેરામ શર્મા (છત્તીસગઢ), શ્રી પ્રેમા સખી (અયોધ્યા), શ્રી અરવિંદદાસજી (ઋષિકેશ), શ્રી કિશોરી પ્રિયા (અયોધ્યા), શ્રી અમોદ ઝા (મુંબઈ), શ્રી દેવીપ્રસાદ ત્રિવેદી (કાનપુર), શ્રી મદનમોહન દાસ (જોધપુર) તથા શ્રી રામદાન પાંડે (વૃંદાવન) દ્વારા રામચરિત માનસ સાથેનાં પાત્ર, પ્રસંગ તેમજ સંસ્કૃતિ સંદર્ભે મનનીય ઉદ્બોધન લાભ મળ્યો.

તુલસી સાહિત્ય સંગોષ્ઠી બીજા સત્રમાં શ્રી પુરેન્દ્ર પાંડે (વારાણસી), શ્રી સંપતી કુમાર (હરદોઈ), શ્રી દીપક મિશ્રા (ભાગલપુર), શ્રી સુધીરચરણજી (અયોધ્યા), શ્રી બ્રજેશ્વરીદેવી (છત્તીસગઢ), શ્રી મહાવીરપ્રસાદ બ્રહ્મચારી (ઝાંસી), શ્રી ધર્મભૂષણ શ્યામસુંદરજી (કોલકાતા), શ્રી યશોમતીજી (દેવધર) તથા શ્રી નરહરિદાસજી (અયોધ્યા) દ્વારા ચિંતન સભર વક્તવ્યો આપવામાં આવ્યાં. આ સત્રનાં સંચાલનમાં શ્રી સંજય ત્રિપાઠી રહ્યાં હતાં.અત્રે એ ઉલ્લેખનીય છે  છે કે પૂ. મોરારીબાપુ દ્વારા તુલસી જન્મોત્સવનો પ્રારંભ 2009ની સાલથી થયો હતો.

Follow Me:

Related Posts