સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા આજે મહુવા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અન્નપૂર્ણા ડાઈનિંગ હોલ બિલ્ડિંગ, સરદાર ડાઈનિંગ હોલ, સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, મોટો ઓક્ષન શેડ (ગિરનાર), નાનો ઓક્ષન શેડ (દાતાર) અને આધુનિક ખેડૂત ગેસ્ટ હાઉસ (ડોરમેટરી)ના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા એ જણાવ્યું હતું કે ખેડૂતોની ચિંતા કરતા વર્તમાન વડાપ્રધાનશ્રી તથા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ, રાજ્યમાં ખેડૂતોની બમણી આવક થાય એ દિશામાં કામ કરતી સરકાર છે ખેડૂત ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકે અને આર્થિક રીતે સક્ષમ બને તેવા શુભ આશય સાથે કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. એક સમય એવો હતો કે, ખેડૂતોને બિયારણ તેમજ અન્ય બાબતોની તપાસ માટે લેબોરેટરીમાં જવું પડતું હતું પરંતુ હવે ઉત્પાદન, જમીન સહિત કૃષિને લગતા વિવિધ પ્રશ્નોનું એક જ સ્થળ પર પરથી નિરાકરણ થઈ જાય તેવું આયોજન કરાયું છે.
વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે સરકાર હવે તમારે દ્વારે આવી છે આવનાર સમયમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ આવશે જેમાં જે લોકોને કોઈ સરકારી સહાય ના મળી હોય એ હવે પોતાના ગામ સમયમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવે ત્યારે લાભ મેળવી શકશે. આ તકે કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું.
આ તકે સાંસદશ્રી નારણ ભાઈ કાછડીયા, ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખશ્રી આર.સી.મકવાણા, ડીસ્ટ્રિક્ટ બેંક ના ચેરમેન શ્રી કેશુભાઈ નાકરાણી, મહુવા પ્રાંત શ્રી ઈશિતાબેન મેર, મહુવા એ.પી.એમ.સી. ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments