મહુવા ખાતે સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ -2023 યોજાયો

ભાવનગર જિલ્લામાં મહુવા ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ -2023 સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા ખાતે યોજાયો હતો. સમગ્ર રાજ્ય સહીત જિલ્લાના તમામ તાલુકાકક્ષાએ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2023 યોજાઈ રહ્યો છે.
આ રવિ કૃષિ મહોત્સવમાં શ્રી અન્ન મિલેટ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત, સહકાર વિભાગના ૨૦ મુદ્દા કાર્યક્રમ,એફ.પી.ઓ. ની કામગીરી, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનમાં વધારો તથા ઈનપૂટસનો ઉપયોગ, બાગાયત પાકોમાં નવીનત્તમ ટેકનોલોજી વગેરે બાબતો પર કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. આ તકે કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું.
આ તકે સાંસદશ્રી નારણ ભાઈ કાછડીયા, ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખશ્રી આર.સી.મકવાણા, ડીસ્ટ્રિક્ટ બેંક ના ચેરમેન શ્રી કેશુભાઈ નાકરાણી, મહુવા પ્રાંત શ્રી ઈશિતાબેન મેર, મહુવા એ.પી.એમ.સી. ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments