ભાવનગર

મહુવા જનરલ હૉસ્પિટલમાંથી બે વર્ષની બાળકીને ઉઠાવી જનાર ઇસમ ઝડપાયો

મહુવા જનરલ હૉસ્પિટલના જનરલ વોર્ડમાંથી બે વર્ષની બાળકીને ઉઠાવી જનાર ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા પોલીસે ઝડપી લીધો હતો. 
મહુવા પોલીસ તા.૧૯/૦૨/૨૦૨૨નાં રોજ ધનાભાઇ બાવભાઇ ભાલીયા રહે. ખારઝાપો,ભવાનીરોડ,મહુવા જી.ભાવનગર વાળાએ મહુવા પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ લખાવેલ કે,ગઇ તા.૧૭/૦૨/૨૦ ૨૨નાં રોજ તેઓની નાની દિકરી સિધ્ધી ઉ.વ.આ.૨ની બિમાર પડતાં જનરલ હોસ્પીટલ, મહુવા ખાતે બાળકોના જનરલ વોર્ડમાં સારવારમાં દાખલ કરેલ.ગઇ તા.૧૮/૦૨/૨૦૨૨નાં રોજ સાંજના આશરે આઠેક વાગ્યે ફરિયાદીશ્રી તેની દિકરીને જોવા માટે જનરલ વોર્ડમાં ગયેલ. ત્યારે તેની પત્નિએ વાત કરેલ કે, “ આશરે અડધો કલાક પહેલા દિકરી સિધ્ધી સુતી હતી. ત્યારે એક આશરે ત્રીસ થી પાત્રીસ વર્ષનો અજાણ્યો પુરૂષ જેણે લાલ કલરનો નાની લાઇનીંગવાળો શર્ટ તથા બ્લ્યુ કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ તે બાજુના પલંગ ઉપર આવી બેસી ગયેલ. ત્યાર બાદ થોડા સમય પછી મને કહેલ કે, લાવો તમારી દિકરીને મારે રમાડવી છે. તેમ કહેતા મે કહેલ કે, મારી દિકરી રડે છે. તેમ કહેતા તે સિધ્ધીને પલંગમાંથી તેડીને ભાગવા લાગેલ.જેથી હુ દોડીને તેની પાસેથી મે સિધ્ધીને ઝુટવી લેતાં આ અજાણ્યો માણસ જતો રહેલ.“ ત્યાર પછી ફરિયાદીશ્રીએ હોસ્પીટલની આજુ-બાજુ તપાસ કરતા આવાં વર્ણનવાળો કોઇ અજાણ્યો માણસ જોવા મળેલ નહીં.ત્યાર પછી થોડીવાર રહીને ઉપરોકત અજાણ્યો માણસ હોસ્પીટલમાં આવતાં ફરિયાદીશ્રી ની પત્નિએ તે માણસ તેની દિકરી સિધ્ધી ને લઇને ભાગેલ હોવાની વાત કરતાં તેની ફરિયાદીશ્રીએ પુછપરછ કરતાં તે હોસ્પીટલમાંથી ભાગી ગયેલ.તેનાં વિરૂધ્ધ ફરિયાદીશ્રીએ ઉપરોકત ગુન્હો દાખલ કરાવ્યો હતો. ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ગઇકાલે આ અજાણ્યા માણસને શોધી કાઢવા માટે ભાવનગર,એલ.સી.બી. સ્ટાફ નાં માણસો તથા મહુવા પોલીસ સ્ટેશનનાં માણસો મહુવા સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન હેવન હોટેલ પાસે આવતા એલ.સી.બી.નાં પો.સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયાસાહેબ તથા પો.કોન્સ. અલ્તાફભાઇ ગાહાને બાતમીરાહે હકિકત મળેલ કે, ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ માણસ સુનીલ ઉર્ફે સન્ની મંગાભાઇ નૈયા રહે.નુતનનગર,મહુવાવાળો છે.જે સર્કીટ હાઉસ, મહુવા હાજર છે.જેથી સ્ટાફનાં માણસો સાથે સર્કીટ હાઉસ ખાતે આવતાં ઉપરોકત સુનીલ ઉર્ફે સન્ની S/O મંગાભાઇ ભીખાભાઇ નૈયા ઉ.વ.૩૦ ધંધો-પ્રા.નોકરી (પટ્ટાવાળા) રહે.૧૨ નંબરની શાળા પાછળ, નુતનનગર , મહુવાવાળો હોવાનું જણાવેલ.તેની ઉપરોકત ગુન્હા સંબંધી પુછપરછ કરતાં તેણે ગુન્હાની કબુલાત કરેલ. તેને અટક કરતાં પહેલાં કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી હોય. જેથી તેને હસ્તગત કરી મહુવા પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ હતો. આમ, ભાવનગર એલ.સી.બી. તથા મહુવા પોલીસ સ્ટેશનનાં સ્ટાફ સંયુકત રીતે ઉપરોકત ગંભીર પ્રકારનાં ગુન્હાનાં અજાણ્યા ઇસમને શોધી કાઢી પકડી પાડવામાં સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરાસાહેબ તથા એન.જી.જાડેજાસાહેબ તથા પી.આર.સરવૈયાસાહેબ તથા મહુવા પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. વાય.પી.વ્યાસસાહેબ તથા એલ.સી.બી. પો.કોન્સ. અલ્તાફભાઇ ગાહા, ડ્રાયવર સુરૂભા ગોહિલ તથા મહુવા પોલીસ સ્ટેશન નાં ડિસ્ટાફનાં માણસો વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Related Posts