મહુવા-જેતપુર નેશનલ હાઈવે માટે રૂપિયા 97 કરોડની ફાળવણી
અમરેલી સંસદીય વિસ્તારના વિકાસ માટે સાંસદ નારણભાઈ કાછડીયા તરફથી સતત પ્રયાસો કરવામાં આવે છે ત્યારે સાંસદ દ્વારા મહુવા-જેતપુર નેશનલ હાઈવેનાકામમાં પ્રગતિ આવે અને કેન્દ્ર સરકાર તરફથી નાણાંકીય ફાળવણી થાય તે માટે તેઓ તરફથી સતત પ્રયત્નો કરવામાં આવી રહયા હતા. જેના ફળ સ્વરૂપે મહુવા-જેતપુર નેશનલ હાઈવેના કામે પેકેજ-1 માટે રૂા. 97 કરોડ મંજુર કરેલ હોવા અને પેકેજ-ર માટે વષ ર0ર1/રરના એન્યુલ પ્લાનમાં રૂા. 98 કરોડની જોગવાઈ કરેલ હોવા બાબતે કેન્દ્રીય સડક પરીવહન અને રાજમાગ મંત્રી નીતિનભાઈ ગડકરીએ સાંસદને લેખિત પ્રત્યુતર પાઠવેલ છે. આ માટે સાંસદે કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીનો સહદય આભાર વ્યકત કરેલ છે.
આ અંગે સાંસદે જણાવેલ છે કે, કોઈપણ જીલ્લાના વિકાસ માટે રેલ્વે અને નેશનલ હાઈવે મુખ્ય ભુમિકા ભજવે છે ત્યારે અમરેલી સંસદીય વિસ્તારમાંથી પસાર થતા મહુવા, સાવરકુંડલા, અમરેલી, બગસરા, વડીયા, જેતપુર નેશનલ હાઈવે નં. 3પ1ની કેન્દ્ર સરકાર તરફથી વષ ર01પ/16માં જાહેરાત કરવામાં આવેલ હતી. આ નેશનલ હાઈવેની કુલ લંબાઈ કુલ 181 કિ.મી. છે અને આ સમગ્ર કામને કુલ પાંચ પેકેજમાં વિભાજિત કરવામાં આવેલ છે. જેમાં પેકેજ-1 મહુવાથી બાઢડા, પેકેજ-ર બાઢડાથી અમરેલી, પેકેજ-3 અમરેલીથી બગસરા, પેકેજ-4 બગસરાથી વડીયા અને પેકેજ-પ વડીયાથી જેતપુરનો સમાવેશ થાય છે.
સાંસદે વધુમાં જણાવેલ છે કે, આ નેશનલ હાઈવેની જાહેરાત થયા બાદતેની સર્વેથી લઈ એલાયમેન્ટની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી હતી. આ કામોમાં પ્રગતિ આવે તે માટે નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી જરૂરીયાત જણાય ત્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વિલંબિત પડેલ પ્રશ્નના નિરાકરણ લાવેલ હતા. જેના પરિણામ સ્વરૂપે કેન્દ્ર સરકાર તરફથી મહુવા-જેતપુર નેશનલ હાઈવેના પેકેજ-1 માટે રૂા. 97 કરોડની ફાળવણી થઈ ગયેલ છે અને પેકેજ-ર માટે રૂા. 98 કરોડની જોગવાઈ વષ ર0ર1-રરના એન્યુલ પ્લાનમાં કરવામાં આવેલ છે.
Recent Comments