ભાવનગર

મહુવા, તળાજા અને પાલિતાણા ખાતે વાહન ફિટનેશ કેમ્પનું આયોજન

        સરકારશ્રીની ગાઇડલાઇનને ધ્યાને લઈ રાજ્યભરની આર.ટી.ઓ. કચેરીનું નિયમિત કામકાજ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા લોકડાઉન બાદ કૉરોના વાઇરસનાં સંક્રમણને અટકાવવા સારૂ વિવિધ પ્રયાસો હાથ ધરાયાં છે.

        જે અંતર્ગત વાહનોના ફિટનેસ માટે નીચે મુજબના તાલુકા મથકે સવારના ૦૮:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન સરકારી વિશ્રામગૃહોમા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આથી જણાવેલ સમયે વાહન ફિટનેસ માટે લાવવાં માટે ભાવનગર જિલ્લાની મોટરિંગ પબ્લિકને પ્રાદશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

        મહુવા તા. ૨૭-૦૭-૨૦૨૨, બુધવાર, તળાજા તા.૨૯-૦૭-૨૦૨૨, શુક્રવાર, પાલિતાણા તા. ૩૦-૦૭-૨૦૨૨ ના રોજ આ કેમ્પ રાખવામાં આવેલ છે તે પ્રમાણે માલિકોએ વાહન ફિટનેશ માટે આવવાનું રહેશે.

Follow Me:

Related Posts