ભાવનગરનાં મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળા અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે મતદાતા જાગૃતિ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ધોરણ ૬ થી ૮ ના ૧૦૪ ભાઈઓ – બહેનો અને ગામનાં ૨૨ જેટલા જાગૃત યુવાનો જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન કુંભણના ઇનોવેટિવ અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક રમેશભાઈ બારડ એ “મતદાન એ આપણી સામાજીક જવાબદારી છે”, “યુવા શક્તિના છે ત્રણ કામ શિક્ષણ સેવા અને મતદાન”, “દેશના વિકાસ માટે મતદાન”, “મારો મત મારું ભવિષ્ય” જેવા સૂત્રો બોલાવી ગામના યુવાનોને બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.
કુંભણ ગામના બી.એલ.ઓ શ્રી રણછોડભાઈ જાની, શ્રી જયભાઈ જોષી અને શ્રી વિશાલભાઈ પોપટાણી સાયકલ રેલીમાં જોડાયા હતા. સાયકલ રેલી કુમારશાળા, કન્યા શાળા, પ્લોટ વિસ્તાર, રામાપીરના મંદિરે, ચાર ચોક, હનુમાનજીના મંદિરે, તેમજ મેઈન બજારમાંથી પસાર થઈ હતી.
Recent Comments