ભાવનગર

મહુવા તાલુકાના ભગુડા ગામે આવેલા માંગલધામ ખાતે યોજાયેલા નેત્ર નિદાન કેમ્પ માં સવા પાંચસો દર્દીઓએ લાભ લીધો

લોક સાહિત્યકાર માયાભાઈ આહીર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

જાણીતા તીર્થસ્થળ શ્રી માંગલ ધામ ભગુડા તાલુકો મહુવા ખાતે આજે ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો .જેમાં આજુબાજુના ગામોના  મોટા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધો હતો.શ્રી રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટ ના સૌજન્યથી યોજાયેલા આ નિદાન યજ્ઞમાં આજે ૫૨૫ આંખના દર્દીઓને તપાસ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી જ્યારે 36 જરૂરિયાત વાળા આંખનાં દર્દીને રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા.આ લોક સાહિત્યકાર અને મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી માયાભાઈ આહીર તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા.અહીં સેવારત આંખના તજજ્ઞ તબીબને માંગલ ધામ ભગુડા વતી મેનેજીંગ ટ્રસ્ટીએ સ્વાગત કરી સન્માનિત કર્યા હતા.

Follow Me:

Related Posts