મહુવા તાલુકાના મોટા આસરાણા ગામે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતાં પાંચ ઈસમોને ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાંચ
મહુવા તાલુકાના મોટા આસરાણા ગામે રોકડ રૂ.૧,૩૨,૭૫૦/-નાં મુદામાલ સાથે જુગાર રમતાં કુલ-૫ ઇસમોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર જિલ્લાનાં મહુવા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, સલેમાનભાઈ ઉર્ફે કાળુભાઈ મુસાભાઈ ગાહા રહે. મોટા આસરાણા, તા.મહુવા વાળા તેના ઘરની સામે ઈલેકટ્રીક થાંભલાની લાઈટ નીચે ગામમાં જવાના જાહેર રોડ ઉપર અમુક માણસો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીનપત્તીનો હાર જીતનો જુગાર રમે છે.જે જગ્યાએ રેઇડ કરતાં ગંજીપતાનાં પાના-પૈસાથી જુગાર રમતાં નીચે મુજબના નામવાળા ઇસમો ગંજીપતાનાં પાના કિ.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૧,૩૨,૭૫૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૫૭,૭૫૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ. આ તમામ ઇસમો વિરૂધ્ધ મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરાસાહેબ તથા એન.જી.જાડેજાસાહેબ તથા પી.આર.સરવૈયાસાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર એ.એસ.આઈ એમ.પી.ગોહીલ, હેડ કોન્સ જયદાનભાઈ લાંગાવદરા,મહેન્દ્રભાઈ ચૌહાણ, અરવિંદભાઈ બારૈયા,પો.કોન્સ. અલ્તાફભાઇ ગાહા,ધર્મેન્દ્દસિંહ ગોહિલ તથા ડ્રા.પો.કોન્સ મહેન્દ્રસિંહ જાડેજા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
Recent Comments