fbpx
અમરેલી

મહુવા તાલુકાના શક્તિધામ ભગુડા ખાતે સતત 33 દિવસ ચાલનારા યજ્ઞ દ્વારા 351000 આહુતિ હોમ આપવામાં આવશે

માંગલ ધામ ભગુડા (તા. મહુવા) ખાતે શક્તિ ઉપાસના નામ પર્વના ચૈત્રી નવરાત્રી દરમિયાન માંગલ માં ચંડી મહાયજ્ઞ શરૂ થયો છે. ચૈત્ર સુદ એકમને તા. 22 ને ગુરુવારથી અહીં શ્રીમાંગલમાતા, શ્રી કમળાઈ માતા અને શ્રી સૂક્ત તથા પુરુષસુક્ત (લક્ષ્મી અને નારાયણ) યજ્ઞની આહુતીઓ અપાઈ રહી છે. જેમાં શાસ્ત્રોકતો વિધિ વિધાનો પ્રમાણે રોજ 12,111 આહુતિઓ નો હોમ થાય છે. જે લગાતાર સતત 33 દિવસ સુધી શરૂ રહેશે. જે મુજબ આ મહાયજ્ઞ માં કુલ 3,51,000 ન્વાહ મંત્રની આહુતિઓ આપવામાં આવશે. અહીં દરરોજ અલગ અલગ યજમાનો દ્વારા આહુતિઓનો હોમ કપાય છે. જે સવારે 9 કલાકથી સાંજે 5:00 કલાક સુધી યજ્ઞ અવિરત શરૂ રહે છે. અહીં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યજ્ઞનું આયોજન થાય છે. આ યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી ભૂમેષભાઈ જોશી મહુવા વાળા રહેલ છે

Follow Me:

Related Posts