મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
‘અવસર લોકશાહીનો’ અંતર્ગત મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કર બહેનો, શાળાના બી. એલ. ઓ. શિક્ષક ભાઈઓ બહેનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાના બી.એલ.ઓ. રણછોડભાઈ, જયભાઈ, વિશાલભાઈ, રમેશભાઈ બારડ દ્વારા મતદાર જાગૃતિના સૂત્રો બોલાવ્યા હતા તેમજ મતદાન શપથ લેવડાવ્યા હતા.
Recent Comments