મહુવા તાલુકાની કુંભણ શાળાના ઇનોવેટીવ શિક્ષક દંપત્તિનાં નવતર પ્રયોગો જિલ્લાકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં રજૂ કર્યા
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત ભાવનગર જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૨-૨૩ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સીદસર ખાતે યોજાયો.
આ ઇનોવેશન ફેસ્ટિવલમાં મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપત્તિ શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડના રમકડાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગિજુભાઈ બધેકા અને મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના સિદ્ધાંતો લઈ શિક્ષણમાં નવતર પ્રયોગ માટે આ શિક્ષક દંપત્તિ જાણીતા છે. તેઓના રમકડાં રાજ્યકક્ષાએ અને નેશનલ કક્ષાએ રમકડાં મેળામાં પસંદગી પામેલા છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભાવનગર ચેરપર્સન શ્રીમતિ કમુબેન ચૌહાણ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર ચેરમેનશ્રી શિશિરભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવોએ ઇનોવેટીવ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.
Recent Comments