મહુવા તાલુકાની ગળથર સરકારી હાઇસ્કુલ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી અને ચિત્ર સ્પર્ધા યોજાઈ
ભાવનગર જિલ્લાની મહુવા તાલુકાની ગળતર સરકારી હાઇસ્કુલ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે મહુવા તાલુકાની ગળતર સરકારી હાઈસ્કૂલ ખાતે તા. ૧૯ ને બુધવારના રોજ મતદાર જાગૃતિ અંતર્ગત રંગોળી તેમજ ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાંથી ૧૧૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
રંગોળી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારને તેમજ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો આપી અને નવાજવામાં આવ્યા હતા આ તકે શાળાના આચાર્યશ્રી શનિભાઈ ટાટમિયા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Recent Comments