મહુવા શહેર માં જુદી જુદી સ્કૂલ ખાતે વિધાર્થી માટે માનસિક રોગ શિબિર યોજાય.
માનસિક આરોગ્ય માટે નો રાષ્ટ્રીય કાર્યક્રમ,ભાવનગર જિલ્લા એન.સી.ડી.સેલ અને માનસિક આરોગ્ય વિભાગ, સર તખ્તસિંહજી હોસ્પિટલ તથા શ્રી અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા ભાવનગર જિલ્લા ની જુદી જુદી સ્કૂલ / કોલેજ ના વિધાથી ને માનસિક રોગ શિબિર નું આયોજન કરવામાં આવે છે જેમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા માનસિક તણાવ બાબતે ગંભીરતાથી ચાલવા માંગતી હોઇ અને આ બીમારીમાં સંપડાયેલા લોકો હોસ્પીટલ મા તમામ પ્રકારની સારવાર મળે અને લોકો આ બાબતે જાગૃત બને તેવાં અભિગમ સાથે અને હાલ માર્ચ માં વિધાર્થી ને પરીક્ષા સમયે માનસિક તણાવ અને વિધાર્થી ને માનસિક રોગો વિષે વિસ્તૃત માહિતી આપી.અભિયાન સેવા ટ્રસ્ટ માંથી તાલીમાર્થી નરેન્દ્ર મકવાણા એ માનસિક રોગો વિષે માર્ગદર્શન આપેલ અને બધા વિધાર્થી ને શપથ પણ લેવડાવેલ કે “જીવન માં કિયારે પણ નાશી પાસ થઈસ નઈ,હતાશ થઈસ નઈ અને જીંદગી ટૂંકાવાના આપઘાત ના વિચારો કરીશ નય” શપથ લીધેલ હતા
જેમાં સ્કૂલ ના પ્રિન્સિપાલ તથા સ્ટાફ અને ભાવનગર સિવિલ હોસ્પિટલ ના સિવિલ સર્જન , એન સી ડી સેલ ના અધિકારી તેમજ કર્મચારીઓ એ હાજરી આપી અને અભિયાન સેવા ટ્રસ્ટ ના પ્રમુખ આર.એચ.ચૌહાણ વગેરે બહોળી સંખ્યામાં વિધાર્થી ઓ ઉપસ્થિત રહ્યા.. હતા તેમજ અભીયાન સેવા ટ્રસ્ટ દ્વારા લોકો આ બાબતે જાગૃત બને તેવુ એક અભીયાન ભાવનાગર જિલ્લાના દરેક ગ્રામ્ય કક્ષાએ અને શહેર લેવલે ચલાવેલમાં આવે છે.
Recent Comments