અમરેલી

મહુવા સુરત ટ્રેન નો સ્ટોપ દામનગર શહેર ને મળશે ? જિલ્લા માં બે સાંસદ અનેકો નેતા ઓની વારંવાર ની રજુઆત કોઈ નહિ સાંભળતું હોય ?

દામનગર શહેર માંથી પસાર થતી મહુવા -સુરત ટ્રેન નો સ્ટોપ મળશે ? સ્થાનિક નેતા ઓ અને સંગઠન ના પદા અધિકારી ઓની વારંવાર ની રજૂઆતો કોઈ સાંભળતું નહિ હોય? વારંવાર અખબારી અહેવાલો માં વાંચવા સાંભળવા મળે છે ફલાણા ફલાણા એ મહુવા સુરત ટ્રેન ના સ્ટોપ માટે રજુઆત કરી આ રજૂઆતો ક્યાં કરતા હશે ? અમરેલી જિલ્લા માં બે સાંસદો છે વારંવાર ની સ્થાનિક કક્ષા એથી મહુવા -સુરત ટ્રેન ના સ્ટોપ ની માંગણી કરી હોવા ના અખબારી અહેવાલો માં સંગઠન ના નેતા ઓ એ કરી હોવા ની પ્રસિદ્ધિ કરાય રહી છે આ રજૂઆતો કોઈ સાંભળતા નથી કે શું ? વર્ષો થી વાંચવા સાંભળવા મળે છે પણ મહુવા સુરત ટ્રેન નો સ્ટોપ દામનગર શહેર ને મળતો નથી ટ્રેન નો સ્ટોપ માત્ર ચૂંટણી સમયે વચન રૂપે જ મળે છે વાસ્તવ માં નહિ દામનગર શહેર માંથી પસાર થતી મહુવા સુરત ટ્રેન ને દામનગર સ્ટોપ મળે અને શહેરીજનો સસ્તી અને સલામતી વાળી મુસાફરી મળે તેમાં કોને વાંધો હશે ?આ માટે દામનગર શહેરીજનો એ આંદોલન કરવું પડશે કે નેતા ઓ સ્ટોપ અપાવી શકશે ચૂંટણી સમયે સૌની યોજના થી સરોવર ભરવા ની વાતો પણ ચૂંટણી સમયે જ થાય છે પછી પાંચ વર્ષે ચૂંટણી સમયે એ જૂની કેસટ વાગે છે દામનગર શહેર થી નવ કિમિ દૂર જ સૌની યોજના લીક ૪ ની પાઇપ લાઈન નીકળી છે છતાં દામનગર શહેરીજનો સાથે આવો અન્યાય કેમ કરતો હશે ?

Related Posts